સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરની સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા વીરદાદાજસરાજ સેના દ્વારા અહીંનાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત ડો. મયૂર પારઘી નાં આર્થિક સહયોગથી આ શિયાળાની કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી શહેરનાં ગરીબ વર્ગના લોકો માટે ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય સંસ્થાના હિતેષ સરૈયા, હાર્દિક ખીમાણી, મનોજ વણઝારા, આનંદ વણઝારા, સન્ની વણઝારા, સુજય ખીમાણી, ધ્રુવીલ રાયચુરા, મનીષ સવાણી અને ભાવેશ દોશી સમેત આ સંસ્થાના તમામ સેવાભાવી સભ્યોએ સાથે રહીને ધાબળા વિતરણ કર્યું હતું. આમ વીરદાદાજસરાજ સેના દ્વારા આવી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ થતી જ રહે છે. શહેરમા પણ આ સંસ્થાનાં સેવાકાર્યોની ઝલક જોવા મળે છે.


