સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે,’પુસ્તકો પ્રત્યેનો પ્રેમ એ ઈશ્વરીય રાજ્યમાં પહોંચવાનો પરવાનો છે. પુસ્તકપ્રેમી સહુથી વધુ સુખી હોય છે.તા.૨૮-૨-૨૨ ના રોજ બી.આર. સી.ભવન સાવરકુંડલા ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ હતી.જેમાં દરેક ક્લસ્ટરમાંથી પ્રથમ ક્રમે આવેલ વિજેતા સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધા થયેલ.જેમાં પે સેન્ટર શાળા નં ૧ સાવરકુંડલાના બે વિદ્યાર્થીઓ ધો. ૬ માંથી પરમાર જયદીપ તથા ધોરણ ૭ માંથી જંજવાડિયા આદિત્યએ પુસ્તક સમીક્ષા રજૂ કરેલ.જેમાં ધોરણ ૭ ના વિભાગમાં જંજવાડિયા આદિત્ય મુકેશભાઈએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.આદિત્યએ’ ગિજુભાઈની શ્રેઠ બાળવાર્તાઓ’ પર પોતાની સહજ,સરળ,રોચક શૈલીમાં સમીક્ષા કરી ઉપસ્થિત પ્રેક્ષકગણ તથા નિર્ણાયકોના દિલ જીતી લીધેલ.તેમની આ સફળતા બદલ તેમને તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી શિલ્પાબેન દેસાઈને આચાર્યશ્રી તેમજ સમગ્ર શાળા પરીવાર ખુબ ખુબ ધન્યવાદ પાઠવે છે


