Gujarat

સાવરકુંડલા શહેરની વી. ડી. કાણકિયા કોલેજમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાયબર સિક્યોરિટી વિષય અંતર્ગત કોલેજના વિદ્યાર્થીજગતમાં જાગૃતિ લાવવા માટે એક સુંદર મજાના સેમિનારનું આયોજન કરવામાં આવેલ અને આમ ગ્રાહક સુરક્ષા સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. આ પ્રસંગે કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા પણ કાયદા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઇ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાંપ્રત સમયમાં સૌથી વધુ સતર્કતા દાખવીને ડીઝીટલ આર્થિક વહેવાર કરવા માટે.. સાયબર સિક્યોરિટી સંદર્ભે જાગૃતિ લાવવા માટે અહીં સાવરકુંડલા શહેરની વી. ડી કાણકિયા કોલેજમાં અમરેલી જિલ્લા ઈન્ચાર્જ તોલમાપ અધિકારી ચૌધરી સાહેબ સાવરકુંડલા તાલુકા તોલમાપ અધિકારી જોગંદરા સાહેબ, સાયબર સિક્યોરિટી વિભાગ અમરેલીના સાયબર વિભાગમાં ફરજ બજાવતા નયનભાઈ સાવલિયા, નિકુલભાઈ રાઠોડ તથા તેજસ ભાઈ ગોસ્વામી અને સાવરકુંડલા ટાઉન પોલીસ અધિકારી ગોસ્વામી સાહેબ  તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સાવરકુંડલા પ્રમુખ પ્રણવભાઈ વસાણી તેમજ ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ રમેશભાઇ હીરાણી, બિપીનભાઈ પાંધી તથા હર્ષદભાઈ જોશી સમેત સાવરકુંડલા વી. ડી. કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ રવિયા સાહેબની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા અને સાયબર સિક્યોરિટી સંદર્ભે વિવિધ પાસાંને આવરી લઈને સાવરકુંડલા કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સમક્ષ વિવિધ પ્રકારનાં સાયબર સિક્યોરિટી અંગેની સવિસ્તર સમજ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત આ સેમિનારમાં આપવામાં આવેલ. આ સંદર્ભે આ કોલેજના વિદ્યાર્થી જગતને આ શિબીર દ્વારા ખૂબ રસપ્રદ જ્ઞાન પીરસવામાં આવેલ. વિવિધ વક્તાઓ દ્વારા સાયબર સિક્યોરિટી અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવેલ. આ તકે અમરેલી સાયબર સિક્યોરિટી પોલીસ ટીમ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા પણ કાયદાનુ માર્ગદર્શન આપવાની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ સંયમ અને શાંતિ જાળવી એક અનોખી શિસ્તની ઓળખ  પ્રસ્થાપિત કરી હતી. અંતમા આ કોલેજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીથી પ્રચૂર પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ. આમ ગ્રાહક સુરક્ષા સપ્તાહની પૂર્ણાહુતિ આ કોલેજના વિદ્યાર્થીઓનાં આ કાર્યક્રમ દ્રારા પૂર્ણ કરવા આવેલ.

IMG-20220316-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *