Gujarat

સાવરકુંડલા શહેરમાં આજરોજ જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિરેથી નીકળતી શોભાયાત્રા અને સંતવાણી કાર્યક્રમ તાજેતરની મોરબીમાં બનેલી કરુણાંતિકાને કારણે બંધ રહ્યા. ખૂબ જ સાદગીપૂર્ણ વાતાવરણમાં મંદિરે દર્શન કરતાં ભાવિકો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગતરોજ મોરબી ખાતે નદી પર પુલનો ઝૂલતો કેબલ બ્રીજ તૂટવાથી અનેક લોકો ઘાયલ થયા અને કેટલાક આશાસ્પદ લોકો અકાળે મૃત્યુનો ભોગ બનતાં વ્યાપેલી દુઃખની ગ્લાનિ અને શોકમય વાતાવરણ સર્જાતાં. આજરોજ સાવરકુંડલા શહેરમાં જલારામ મંદિરેથી પ્રતિવર્ષ ધામધૂમથી નીકળતી જલારામ બાપાની શોભાયાત્રા પ્રસ્થાન મુલત્વી રાખવામાં આવેલ તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ બંધ રાખેલ. આમ તો સાવરકુંડલા શહેરની રઘુવંશી સમાજની આસ્થાના પવિત્ર પ્રતિક સમાન સ્થાન જલારામ મંદિરે આજે જલારામ મંદિરના પૂ. રમુદાદાએ જ આવી પરિસ્થિતિમાં જલારામ યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ કોટક, જતીન સૂચક, હિતેષ સરૈયા, ભાવિન સૂચક, દીપક સોમૈયા અને જસાભાઈ સરૈયા સમેત તમામ ટીમના પ્રતિનિધિઓએ લોહાણા મહાજન સમક્ષ શોભાયાત્રા અને સંતવાણી જેવા કાર્યક્રમો સાંપ્રત મોરબીની અનિચ્છનીય દુર્ઘટનાને પગલે બંધ રાખવાનો માનવતાવાદી નિર્ણય કર્યો.. અને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ કાજે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના પણ કરી.. આમ મંદિરમાં ધાર્મિક વાતાવરણમાં બાપાને પ્રાર્થના કરી.. આ સંદર્ભે સાવરકુંડલા રઘુવંશી અગ્રણી હસુભાઈ સૂચકે પણ પોતાની ભાવાંજલિમાં જણાવ્યું હતું જલારામ બાપા પોતે સ્યંમ નાત જાતના ભેદભાવથી પર હતાં એના શરણે આવે એ તેનો ભક્ત એ જ સિદ્ધાંત મુજબ ધર્મની ધજા ભજન કિર્તન અને ભોજનના મહિમા દ્વારા ભક્તોને ભાવથી આવકારતાં.. એટલે ઘટના ભલે મોરબીમાં બની હોય પરંતુ જલારામ બાપા તો પ્રાંતવાદ, જાતિવાદના સીમાડા ઓળંગી એક વૈશ્વિક કુટુંબની ભાવના ધરાવતાં કરુણાના અવતાર હતાં..એટલે મોરબી દુર્ઘટનાને અનુલક્ષીને આજે શોભાયાત્રા અને સંતવાણી જેવા કાર્યક્રમો ન યોજવા જોઈએ તેવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આમ માનવતાવાદી વલણને વરેલ જલારામ યુવક મંડળ પણ આ મંતવ્ય સાથે સંમત હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *