Gujarat

સાવરકુંડલા શહેરમાં પણ શહેરી આરોગ્ય કેન્દ્ર ( અર્બન હેલ્થ સેન્ટર) દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં ૧૨ થી ૧૪ વર્ષની ઉમરના બાળકોને કોવિડ વેક્સિનેશનની કામગીરી શુભ પ્રારંભ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ૧૨ થી ૧૪ વર્ષના બાળકો માટેનુ રસીકરણ અભિયાન 16/3/ 2022  બુધવાર થી શહેરી આરોગ્ય કેન્દ્ર સાવરકુંડલા દ્વારા શુભ આરંભ કરવામાં આવ્યુ. જેમાં સાવરકુંડલા શહેરમાં કન્યા શાળા,તાલુકા શાળા, માધવાણીની વાડી શાળા નંબર – 6 માં 12 થી 14 વર્ષ  એટલે કે  જનમ વર્ષ જેમનુ 1/1/2008,2009,15/3/2010 સુધી છે  તેમને આ CORBEVAX રસી આપવામાં આવેલ .જેમાં અર્બન હેલ્થ સેન્ટર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા સાથ સહકારથી કામગીરી શરૂ કરેલ છે અને પોતાના બાળકોને રસી લઈને  બાળકોને સુરક્ષિત કરવા નમ્ર અપીલ કરેલ છે .

IMG-20220316-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *