Gujarat

સાવરકુંડલા શહેરમાં ભાદરવાના શનિવારે સાંજે સાડા પાંચ કલાકે એકાદ કલાક ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો. આજનો વરસાદ ૪૩ એમ.એમ.જેવો નોંધાયો. ખેડૂતો આ વરસાદથી ખુશખુશાલ જોવા મળયા.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં શનિવારે સાંજના સાડા પાંચ વાગ્યે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં સમગ્ર શહેરના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું..  વીજળી અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં વીજળી ગુલ થઈ ગઈ. એકંદરે એકાદ કલાક જોરદાર ઝાપટું વરસવા છતાં હજુ પણ વાતાવરણમાં ઉકળાટ અનુભવવા મળે છે.આમ સાવરકુંડલા શહેરમા આજરોજ ૪૩ એમ.એમ. વરસાદ નોંધાયો હતો. અચાનક ખાબકેલા વરસાદને કારણે બહાર ખરીદી અર્થે નીકળેલા લોકો પણ વરસાદમાં ભીંજાતાં જોવા મળેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *