સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, હવે અષાઢ દેખાયો ખરો. આજરોજ સાવરકુંડલા શહેરમાં બપોરે બાર આસપાસ મોટે છાંટે વરસાદ શરૂ થયો અને થોડીવાર તો રસ્તા પર પાણી ફરી વળ્યા. જો કે હજુ અગિયાર વાગ્યા સુધી તો વરસાદનાં કોઈ એંધાણ દેખાતા ન હતાં. પરંતુ બાર આસપાસના અરસામાં મોટે છાંટે વરસાદ ત્રાટકતા શહેરના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણ પણ વાદળો સાથે એકરસ થતાં વરસાદ પણ એકધારો ધીમી ધારે તો હજુ આ લખાય ત્યારે પણ શરૂ છે. શરૂ છે. જો કે આ સમય પણ શાળાએથી જતા વિદ્યાર્થીઓને છુટવાનો હોવાથી વિદ્યાર્થીઓ પણ વરસાદમાં ભીંજાઈને ઘરે જતાં જોવા મળ્યાં હતાં. રસ્તામાં આવતા જતા રાહગીરો પણ વરસાદને કારણે ભીંજાઈને ઘરે જતાં જોવા મળ્યાં. ખાસકરીને ફેરિયાઓ અને હાથલારી દ્વારા પેટિયુ રળતા લોકો માટે આ વરસાદી વાતાવરણમાં ભારે મુશ્કેલી વેઠવી પડતી જોવા મળી. પરંતુ છતાંય તેઓ પણ વરસાદના આગમનથી ખુશ ખુશાલ જોવા મળમાં હતાં. મોલાત માટે આ કાચુ સોનું ગણાય. હાલ બે ઈંચ કરતા વધુ વરસાદ પડેલ છે હજુપણ વરસાદ ધીમીધારે ચાલું છે.નાળાઓ પાણીથી છલકાયા. નીચાણવાળા વિસ્તારોમા થોડા સમય પુરતાં પાણી ભરાયા.

