Gujarat

સાવરકુંડલા શહેરમાં રક્તદાનલક્ષી અને આંખને સંલગ્ન ચક્ષુદાનની સેવા, માનવીય અભિગમ અને માનવસેવાની સેવાકીય પ્રવૃત્તિને લક્ષમાં રાખીને સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસને ગુજરાતના  રાજયપાલના વરદ હસ્તે બે બે એવોર્ડ  અર્પણ કરવામાં આવ્યા. તેઓ શ્રી છેલ્લા ૧૨ વર્ષથી આ કામગીરી બદલ એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસને રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અમદાવાદ ખાતે તારીખ ૧૬-૫-૨૦૨૨ ના રોજ યોજાયેલા એવોર્ડ સેરીમનીમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના વરદહસ્તે સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટી બ્રાંચના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસને ચક્ષુદાનની નોંધનીય કામગીરી અને સમગ્ર ગુજરાતમાંથી માનવીય સંવેદનાનું સંવર્ધન કરનાર કામગીરીને લક્ષમાં લઈને મેહૂલભાઈ વ્યાસની આવી  સેવાદાન પ્રવૃત્તિને ધ્યાનમા લઈને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના વરદ હસ્તે બે બે એવોર્ડ અર્પણ કરવામાં આવેલ. તેઓશ્રી સતત છેલ્લા ૧૨ વર્ષથી તેમની સામાજિક અને માનવસેવાની પ્રવૃત્તિને લક્ષમાં લઈને આ પ્રકારના અવોર્ડ પ્રાપ્ત કરી રહ્યાં છે.

IMG-20220517-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *