સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
“શબદ”ગૃપ દ્વારા શરૂ થયેલ .’અમરત પિયાલા’ અંતર્ગત પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૩ તારીખ ૨૫/૦૯/૨૯૨૨ના રોજ શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામા યોજાય હતી, આ વખતે થોડું હિન્દી અને અંગ્રેજી સાહિત્ય તેમજ ભરતભાઈ વિઝુંડાની સમગ્ર ગઝલોનો સંગ્રહ ‘ભરતકામ’, સફારી સામયિક તેમજ બાળવાચકોને ધ્યાનમાં રાખી ધીંગામસ્તી સામિયકના અંકો અને કવિતાના નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યા હતા સાથોસાથ વાંચવા લઇ ગયેલા પુસ્તકો વાચક મિત્રો દ્વારા જમા કરવામાં આવ્યાં હતા . પુસ્તક વાંચવાનું બાકી હોય તેમણે પણ હાજર રહી પુસ્તક રીન્યુ કરાવ્યા હતા.પ્રિય વાચકમિત્ર વિજયભાઈ મહેતા, શ્રી અમિતભાઇ કાલોડિયા (અમરેલી)શ્રી વિનોદભાઈ રાઠોડ, વિપુલભાઈ બગડા, શ્રી અપૂર્વભાઈ ત્રિવેદી, શ્રી બટુકભાઈ ભડકોલીયા શ્રી સુરેશભાઈ રાઠોડ, શ્રી સંજયભાઈ પુંધેરા એમ મળી કુલ ૧૦૦ જેટલા વાચક મિત્રો ભાઈઓ તેમજ બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. તેમજ પુસ્તક વાંચન કરેલ વાચક મિત્રોએ પુસ્તક અને આ અભિયાન વિશેના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ શૃંખલા-3મા કુલ ૩૫ પુસ્તકો વાચક મિત્રો વાંચવા માટે લઇ ગયા. તો સાથો સાથ સાહિત્યિક પુસ્તકો સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં અમરેલીના વાચક મિત્ર અમિતભાઇ દ્વારા ‘સિંહ પુરુષ’ અને ‘વીરતા પરમો ધર્મ’ પુસ્તકો ‘શબદ’ ગૃપને ‘અમરત પિયાલા’ પુસ્તક અભિયાનને અર્પણ કર્યા હતા અને બાબુભાઇ ચાવડા દ્વારા પણ ‘શબદ’ ગૃપને પુસ્તકો અર્પણ થયા હતા.પ્રિય વાચક મિત્ર શ્રીવિજયભાઈ મહેતા દ્વારા મળેલ રકમના સાહિત્યિક પુસ્તકો ખરીદી શબદ મિત્ર અમિતભાઈ ચાવડા દ્વારા અમરત પિયાલા પુસ્તક વાંચન અભિયાનને અર્પણ કરવામાં આવ્યા હતા. શબદ મિત્ર શ્રી વિપુલભાઈ તેમજ શ્રી જેસીંગભાઈ જીતિયા અને મહિલા અધ્યાપન મંદિરના આચાર્યશ્રી બાબુભાઇ ચાવડાના સહકાર અને સમન્વયથી આ શૃંખલા- ૩ સફળ રહી હતી. ‘અમરત પિયાલા’ અંતર્ગત શૃંખલા-૪ પુસ્તક વાંચન કાર્યક્રમનું સ્થળ મહિલા અધ્યાપન મંદિર (પીટીસી કોલેજ, મહિલા અધ્યાપન મંદિર ) સાવરકુંડલા જ રહશે. દર મહિનાના બીજા અને છેલ્લા રવિવારે મળીશું (સમય ૫થી ૭ )


