Gujarat

સિદ્ધપુરના જુના ટાવર પાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં સભા યોજાઈ

પાટણ
સિદ્ધપુરના જુના ટાવર પાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં સભા યોજાઈ હતી. જેમાં અહમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ પણ હાજર હતા. જ્યાં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા જય નારાયણ વ્યાસની જીપ લપસી હતી. પહેલાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યો.. જાેકે, પોતાની ભુલ સુધારતાં તેમણે તરત કહ્યું કે, ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યો. આ સભામાં બાબા સિદ્દીકીજી, મુંબઈના બાંદ્રાથી ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીજી, મુમતાઝ બાનુ પટેલ અને ડો.જયનારાયણ વ્યાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *