Gujarat

સિનિયર સિટીઝનોને કોરોના કાળ પહેલા ટ્રેનોમાં મુસાફરી કરવા માટે મળતાં કન્સેશનના લાભો પુનઃ પ્રાપ્ત થાય એવી સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠન વતી પત્રકાર બિપીનભાઈ પાંધીએ તેમના જન્મદિવસે જાહેર માંગ કરી છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હવે ટ્રેનમાં  મુસાફરી કરવા માટે સિનિયર સિટીઝનને મળતું કન્સેશન ક્યારે શરૂ થશે..? સાંઈઠ વર્ષ સુધી સરકારને પ્રત્યક્ષ કે પરોક્ષ વેરા ભર્યા બાદ જીવનની ઢળતી ઉંમરે સરકારનું પણ સામાજિક દાયિત્વ થાય કે કેમ? ક્યાં સુધી સિનિયર સિટીઝનોને તેના કોરોના કાળ પહેલા ટ્રેનમાં મુસાફરી કરવા માટે મળતાં કન્સેશનના લાભોથી વંચિત રાખવામાં આવશે? એક વાત પણ સ્પષ્ટ છે કે સિનિયર સિટીઝનનોની સંખ્યા પણ પ્રમાણમાં એમ કંઈ બિલકુલ ઓછી તો નથી.. સિનિયર સિટીઝનોની ટ્રેનમાં મુસાફરી કરવા માટે કોરોના કાળ પહેલાં જે લાભો પ્રાપ્ત થતાં તે હાલ મળતા નથી તો એ પુનઃ લાભો મળે તે માટે કોઈ ઠોસ નિર્ણય સરકાર કરે તે જરૂરી છે. આ સંવેદનશીલ સરકાર વિશ્ર્વના અન્ય વિકસિત દેશોની માફક જીવનના દરેક ક્ષેત્રોમાં સિનિયર સિટીઝનનોને મળવા પાત્ર લાભો આપે તો સિનિયર સિટીઝન એટલે કે સાંઈઠ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા નાગરિકો પોતાનું જીવન સરળતાથી ગુજારી શકે. તેવી સિનિયર સિટીઝન સંગઠન વતી પત્રકાર બિપીનભાઈ પાંધીએ તેમના જન્મદિવસે  જાહેર માંગ કરી છે.

IMG-20221116-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *