Gujarat

સી.આર.પાટિલ કોઈનું માનતા નથી, રૂપાણી હાઈકમાન્ડને રજૂઆત કરે ઃ મોઢવાડિયા

રાજકોટ
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચુકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે જેમાં અત્યાર સુધીમાં ૯૧,૮૧૦ અરજીઓ આવી જેમાંથી ૫૮૮૪૦ અરજીઓ નામંજૂર કરવામ આવી છે. તેમજ ૧૫ હજાર જેટલી અરજીઓ પેન્ડીંગ છે અને ૫ હજાર જેટલી અરજીઓ રીજેક્ટ કરવામાં આવી છે તેમજ ૧૧ હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ગુજરાત સરકાર ને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો ? સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જાેઈએ તેમજ આંકડા છુપાવનાર વ્યક્તિઓ સામે પગલા લેવા જાેઈએ અને સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનને કાયમી નોકરી આપવી જાેઈએ અને હાલ સરકાર ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસા પાત્રતા કેટલી ? સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જાેઈએ તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધારવી જાેઈએ જેથી ત્રીજા વેવમાં તથા નુકસાનને અટકાવી શકાય.કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ન્યાય યાત્રા યોજવામાં આવી રહી છે. જેને પગલે રાજકોટમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જ્યાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાટીલ કોઈનું માનતા નથી, સરકાર કોરોના મૃતકોના આંકડાઓની રમત રમે છે. હાલ સીએમ પટેલ અને પાટીલની રેલીએ કેસ વધાર્યા છે, આ મુદ્દે રૂપાણી હાઇકમાન્ડને રજૂઆત કરવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી પણ પોતે જ ઉધરસ ખાતા-ખાતા પત્રકાર પરિષદ યોજી સંબોધન કર્યું. જયારે મંચ પર હાજર એક પણ નેતાએ માસ્ક પહેર્યું ન હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડબ્લ્યુએચઓ એ પણ હમણાં જણાવ્યું છે કે ડબ્લ્યુએચઓ ભારતના કોવિડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતું નથી.કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે. ત્યારે તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે.

Press-conference.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *