સગર્ભાઓ/માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજયસરકારની મુહિમ
સરકાર દ્વારા સગર્ભાવસ્થાથી બાળકના ૨ વર્ષ સુધી ૧૦૦૦ દિવસ આપવામાં
આવશે રો-રાશન
વર્ષ ૨૦૨૨-૨૩ માં સગર્ભામાતા અને જન્મથી ૨ વર્ષના બાળકોની માતાના પોષણ સ્તરમાં સુધારો લાવવા “સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના”નો પ્રારંભ કરવામાં આવેલ છે.
સગર્ભામાતા અને જન્મથી ૨ વર્ષના બાળકોની માતાઓ માટે સરકારશ્રી દ્વારા ૧૦૦૦ દિવસ એટલે કે સગર્ભાવસ્થાથી લઈ બાળક ૨ વર્ષનું થાય ત્યાં સુધી પોષણ કીટ આપવાનું આયોજન કરેલ છે. જેમાં રો-રાશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ કિલો સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે. જેનો લાભ મેળવવા માટે નજીકના આંગણવાડી કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
આ માટે લાભાર્થીની પાત્રતાના વર્ગમાં સગર્ભા બહેન-સગર્ભાવસ્થાની નોંધણીથી સંભવિત પ્રસૂતિની તારીખ સુધી (ઓગસ્ટ ૨૦૨૧ થી ગર્ભ ધારણ કરેલ),૦ થી બે વર્ષના બાળકની માતાઓ (જુલાઈ ૨૦૨૦માં જન્મેલા બાળકોની માતા), ગુજરાતના NFSA કાર્ડ ધારકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાથે જ લાભાર્થીની આરોગ્ય વિભાગના પોર્ટલ ઉપર ફરજિયાત નોંધણી/મમતા કાર્ડ, આંગણવાડીમાં ફરજિયાત નોંધણીઅને આધારકાર્ડ ફરજિયાત આવશ્યક છે. આ યોજના અંતર્ગત નોંધણી કરાયાના બીજા મહિનાથી લાભ મળવાપાત્ર થશે.
