Gujarat

સુરતની ચીકલીગર ગેંગનો જનરલસિંગ ઝડપાયો

સુરત
ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર જનરલ સિંગની મોડસ ઓપરેન્ડી ખુબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતો હતો અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. તે વાહન ચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પીસીબી પીઆઇને મળેલી માહિતી મુજબ વોચ ગોઠવીને ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પડાયો છે. જેની પૂછપરછ કરતાં તેણે અત્યાર સુધીમાં ૨૬ ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હજુ પણ વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. રાજબીરસિંગના ભાઈ નાનકસિંગ અને સસરા ઘુઘરુસિંગ પણ સંડોવાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો. સુરત શહેર અને નવસારી જિલ્લામાં પણ અનેક જગ્યાઓ ઉપર ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારે ઘટનાઓને અંજામ આપવામાં આવી છે.સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગને ખૂબ જ આતંક જાેવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તે હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે. ૨૦૧૪થી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતા ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાઈ ગયો હતો. આ ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી ૨૬ જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જાેવા મળતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *