Gujarat

સુરતમાં રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યો, ગળા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ મળી

સુરત
સુરતના ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. સુરતના ડીંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. રેલ્વે ટ્રેક પર લાશ પડી હતી આ દરમિયાન ટ્રેનના ડ્રાઈવરને લાશ નજરે પડતા ટ્રેનને થંભાવી પોલીસને જાણ કરી હતી. જેથી રેલ્વે અને ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા મૃતક યુવકના હાથે પી લખેલું ટેટૂ હતું તેમજ તેને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજાઓ હતી. મૃતક યુવકને બોથડ પદાર્થ વડે હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા માટે લાશને ટ્રેક પર ફેકી દેવાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. હાલમાં મૃતક યુવક કોણ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *