Gujarat

સુરતમાં ૨૪ કલાકમાં ૨ હત્યા, જાહેરમાં યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી

સુરત
સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. શહેરના પંડોળ વિસ્તારમાં રાત્રે રત્નકલાકારની હત્યા કરવામાં આવી હતી. જ્યારે લાલગેટ વિસ્તારમાં રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે ક્રૂરતાપૂર્વકની હત્યાના સીસીટીવીનાં દૃશ્યો સામે આવ્યાં છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં અરવિંદ કોળી પટેલ નામના આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી છે. સુરતના લાલગેટ ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. રાત્રે સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. સુરતના ચોક બજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ પંડોળ ખાતે એક યુવકની મોડી રાત્રે હત્યા કરી દેવામાં આવી છે. પંડોળમાં નાના મોટા અનેક હીરાના કારખાના આવ્યા છે. હીરાના કારખાનામાં મજુરી કામ કરી રહેલ ગુડ્ડુરામ બહાદુરરામની અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. ગુડુરામ રાત્રે કારખાનામાંથી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેની પર જીવલેણ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ભિક્ષુક રસ્તા પર ખુલ્લેઆમ જઈ રહ્યો હતો એ દરમિયાન તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ મોત નીપજાવી કાઢ્યું હતું. મારનાર હત્યા કરી બિનધાસ્ત રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘટનાની જાણ સવારે પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે. લાલગેટ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારને પણ પકડવા તપાસ કરી રહી છે. લાલગેટ વિસ્તારમાં ફૂટપાટ પર રહેતા ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યાના આ સીસીટીવીમાં કોઈને પણ હચમચાવી દે તેવાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. ક્રૂરતાપૂર્વકની આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રાત્રે ભિક્ષુક રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેને યુવક લાકડાના ફટકા વડે મારવા માંડ્યો હતો. ભિક્ષુકને માથાના ભાગમાં ઉપરાછાપરી ૪થી ૫ લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં મારનાર ભિક્ષુક હત્યા કરી બિનધાસ્ત રીતે ચાલ્યો ગયો હતો. હાલ તો લાલગેટ પોલીસે હત્યાના સીસીટીવીને આધારે આગળની તપાસ શરૂ કરી છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *