સુરત
સુરત શહેરના પોશ વિસ્તાર એવા વેસુમાં ૩૩ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પરણીતાના પરિવારજનોનો આરોપ છે કે, દીકરીને મારવામાં આવી. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી મારી પુત્રીને દહેજમાં હેરાન-પરેશાન કરતા હતા. તેને કારણે મારી પુત્રીએ ગતરોજ ગળે ફાસો આપઘાત. પુત્રીના બે સંતાનો પણ છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને-સામને થયાં. આ સમગ્ર બાબતે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જ્યોતિ બેન ગોવિયા,વેસુ વાસ્તુગ્રામ રહેતા હતા. પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ લગાવોય ચે. ૫ વર્ષ લગ્નને થયા છે. સંતાનોમાં ૨ બાળકો છે. મૃતક જ્યોતિ સ્ ટેક એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ચુકી છે.


