સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણથી અંદાજે ૨ કિમી દૂર તા. ૧૯-૭-૧૯૯૭ના રોજ નારી સરંક્ષણ ગૃહ બનાવવામાં આવ્યુ હતુ. પરંતુ ૨૦૦૧ના ભૂકંપમાં આ નારી કેન્દ્રને થપાટ લાગતા બંધ કરી દેવાયુ હતુ. ત્યારે છેલ્લા ૨૧ વર્ષથી જર્જરિત હાલતમાં બંધ હોવાથી હાલ તે આવારા તત્વોનો અડ્ડો બનવાની સાથે અનેક ગેરપ્રવૃત્તિઓ થતી હોવાની રાવ ઉઠતા ચકચાર ફેલાઇ છે. આ કેન્દ્રની આજુબાજુ હાલ અનેક સોસાયટીઓ સહિતનો રહેણાંક વિસ્તાર બની ગયો છે. હું નારી કેન્દ્ર પાછળના જ વિસ્તારમાં રહુ છુ, આ કેન્દ્રમાં આવારાતત્વો આવીને તોડફોડ કરે છે અને ન હોય તેવી પ્રવૃતિ કરતા હોવાથી અહીંથી મહિલા સહિતના લોકોને નીકળવુ પણ શરમજનક બને છે. કેન્દ્ર ખંડેર હોવાથી તેનો ખોટો ઉપયોગ થાય છે. આ વિસ્તારમાં ધાર્મિક મંદિરો આવેલા હોવાથી સારા લોકો પણ અહીંથી નીકળતા નથી. કેન્દ્રમાં દારૂડીયા, જુગારી આવે છે અને કેટલાક લોકો તો કેન્દ્રનો ભંગાર પણ લઇ જાય છે. આથી જવાબદાર તંત્ર દ્વારા આ નારીકેન્દ્રની સંભાળ લઇને નારી માટે ઉપયોગી બને તેવી કાર્યવાહી કરવાની લાગણી અને માંગ છે. નારી સરંક્ષણ ગૃહ ચાલુ કરવાવા વિર શહિદ ભાનુભાઈ વણકર સામાજીક ન્યાય કેન્દ્ર દ્વારા ૪-૪ વાર રાજય સરકાર સહિતનાઓને રજૂઆતો કરાઇ છે. ૨૧-૬-૨૦૨૨એ પણ જિલ્લા કલેકટર સહિતને આવેદન આપ્યુ છે. નારી કેન્દ્રનો હાલ અસામાજીક તત્વો દુરઉપયોગ કરી રહ્યા છે. આ કેન્દ્રની જમીનને હેતુફેર કરી વેચી ન નાંખે એટલા માટે તંત્ર રસ દાખવી આ જગ્યા ઉપર ઝડપથી નવુ બિલ્ડીંગ બનાવી મહિલા વિકાસની અને શિક્ષણની પ્રવૃતિ તેવી માંગ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાત્ર નારીકેન્દ્ર વઢવાણથી બે કિમી દૂર આવેલુ છે. ત્યારે છેલ્લા ૨૧ વર્ષથી ભૂંકપની થપાટમાં બંધ પડેલુ આ કેન્દ્ર આવારા તત્વોનું અડ્ડો બન્યો હોવાની રાવ ઉઠતા ચકચાર ફેલાઇ છે. અને ઝડપથી આ કેન્દ્રની મરામત સાથે યોગ્ય કાર્યવાહી કરી ચાલુ કરાવવા માંગ ઉઠી હતી.
