વિસનગર
વિસનગર ની એમ.એન.કોલેજ નું આઝાદીના સમયે નિર્માણ થયું હતું. જ્યાં અજમેરથી અમદાવાદ સુધી જ્ઞાનનો પ્રકાશ ફેલાવાનાર એકમાત્ર સંસ્થા હતી. જેમાં એ સમયે કોલેજને પ્રિન્સેસ ઓફ ડેશર્ટ કહેવામાં આવતી હતી. આ કોલેજમાં પી.એમ નરેન્દ્રભાઈ મોદી પણ અભ્યાસ કરી ચૂક્યા છે. જેમાં પી.એમ.મોદી સહિત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી સહિત અભ્યાસ કરી ચૂક્યા છે. એમ.એન.કોલેજને ગુજરાતની પાંચ હેરિટેજ કોલેજ પૈકી હેરિટેજ કોલેજ તરીકે સ્થાન મળ્યું હતું. આમ કોલેજમાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ડૉ વાય.એમ.પટેલ, એન એસએસ ના કો ઓર્ડીનેટર એમ.એસ.પટેલ, જીમખાના કમિટી ચેરમેન મયુરસિંહ અડીઓલ, પ્રો. અરવિંદભાઈ સુથાર, પ્રો. વીરેન્દ્ર પટેલ, પ્રો. શક્તિ રામાનંદી, પ્રો.તનુજ પટેલ તેમજ એનએસએસ અને એસઆરજી ના પ્રતિનિધિઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિસનગરમાં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરનાર હેરિટેજ કોલેજ એમ.એન.કોલેજમાં દેશ ભક્તિના માહોલમાં ડૂબી હતી. એમ.એન.કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત એક શામ તીરંગે કે નામ કાર્યકમ યોજાયો હતો. જેમાં એમ.એન.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સંગીતની દુનિયાના ઉગતા સિતારાઓ કુમાર સાહિલ, કુમાર ધવલ અને તબલા વાદક કુમાર રોશન દ્વારા એમના દેશ ભક્તિમય સુર રેલાવી હેરિટેજ કોલેજ ને દેશ ભક્તિમય બનાવી દીધી હતી. જેમાં એસઆરજી, એનએસએસ અને સામુદાયિક સેવા ધારાના સયુંકત ઉપક્રમે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ જાેડાયા હતા.


