Gujarat

સૌ વાર કાશી એકવાર પ્રાચી એવા પ્રાચી તીર્થ ખાતે  આજે  પૂનમ ના પાવન દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પુજા અર્ચના કરવા માનવ મહેરામણ ઉમટયો..

પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે શ્રધ્ધાળુ ઓ ઉમટ્યા
દૂર થી પધારેલ યાત્રાળુ ઓ એ મોક્ષ પીપળે પાણી રેડી સરસ્વતી કિનારે બિરાજમાન માધવરાયજી મહારાજ તેમજ લક્ષ્મીજી ના દર્શન કરી ધન્યતા અનુભવી
પ્રાંચી તીર્થ… તીર્થ ખાતે  પૂનમ ના પાવન દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પુજા અર્ચના કરવા માનવ મહેરામણ ઉમટ્યો હતો આજે ચૈત્ર સુદ પૂનમ  ના પાવન દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા,અને પિતુકાયૅ કરાવવા માટે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સૌ પ્રથમ મોક્ષ પીપળે પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા સીધો બ્રાહ્મણો/ સાધુ સમાજને આપી તથા પૂર્વ વાહિની સરસ્વતી નદી કિનારે  જાંબુડા નીચે બિરાજમાન  શ્રી માધવરાયજી તથા લક્ષ્મીજી ના દર્શન કરી તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજતા છ છ શિવ મંદિરોના પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજન કરીને યાત્રાળુ પુણ્યનું ભાથું બાંધે છે આજના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ પિતૃ તર્પણ તથા પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટયો હતો.
મોક્ષ પીપળો
માધવરાયજી મંદિર

IMG-20220416-WA0092.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *