Gujarat

હજુ પણ અમારે ૧૯૬૨ થકી લાખો પશુ પક્ષીઓ ની સેવા કરવી છે

ગિરગઢડા
ભરત ગંગદેવ.
રાજ્ય સરકાર દ્વારા ચાલતા અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલીત 1962 દસ ગામ દિઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનું અનેક પશુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામ માં વેટરનરી તબીબો દ્વારા બળદના સિંગડાના કેન્સર નું ઓપરેશન કરવામાં આવ્યું હતુ, સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામ ના રહેવાશી શ્રી માનસિંગભાઈ વાળાના બળદને છેલ્લા બે મહિનાથી સિંગડા ના ભાગે કેન્સરની બીમારી થી પીડાય રહ્યો હતો હાલ આ તકલીફ વધતા ખોરાક પણ ઓછો થઈ ગયો હતો ત્યારે તેમણે 1962 એનિમલ હેલ્પ લાઈન મા ફોન કરી ને પ્રાંસલી ખાતે કાર્યરત દસ ગામદિઠ ફરતા મોબાઇલ પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટર અને વેટરનરી ઓફિસર ડો. કૌશિક કોડીયાતર અને ડો. દક્ષ શીરા તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર અજય સિંહ રાઠોડ અને ઉદય ઠાકર દ્વારા સાથે મળી ને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા ઓપરેશનની જરૂર જણાઈ હતી. જેથી આ સ્થળે તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડોક્ટરોના અથાગ પ્રયત્ન થી બળદના સિંગડાં ને દુર કરી તેમજ તેમા રહેલો સડો દૂર કરી કેન્સરની બિમારી નું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આખરે તબીબ દ્વારા બળદને પીડા મુક્ત કરાયો હતો. અને પશુ માલિકે નિ:શુલ્ક સારવાર આપવા માટે તેમનો ખૂબ આભાર માન્યો હતો.ગીર સોમનાથ જિલ્લાના 1962 ના 10-MVD ના પ્રોગ્રામ મેનેજર ડો.જતીન સંચાણીયા તેમજ પ્રોજેક્ટ કોર્ડીનેટર અમાનતઅલી નકવી દ્વારા 1962 ના કર્મચારીઓ ને બિરદાવવામાં આવ્યા હતા અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ દ્રારા વધુ મા વધુ આ 1962 સેવાનો લાભ લેવા માટે જણાવવામાં આવેલ છે.

IMG-20220305-WA0388.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *