Gujarat

હનીટ્રેપના ગુનામાં નાસતા ફરતા ૫ાંચ આરોપીને પકડી પાડતી થરા પોલીસ

થરા
હાલ દેશ સહિત ગુજરાતમાં હનીટ્રેપના કેસોમાં ધરખમ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે કાંકરેજના થરા વિસ્તારમાં તાજેતરમાં છરીની અણીએ બળજબરીપૂર્વક રૂ.૫૬,૨૦૦ પડાવ્યા હતા. જેની ફરિયાદ નોંધાતાં હની ટ્રેપના ગુનામાં થરા પોલીસે ૫ આરોપીને પકડીને જેલના હવાલે કર્યા હતા. તા. ૨૨ મે-૨૦૨૨ ના થરા વિસ્તારમાં સાવનકુમાર નાઇને કેટલાક શખ્સોએ છોકરી જાેડે મીઠી મીઠી વાતોમાં લાવી હની ટ્રેપનો ભોગ બનાવ્યો હતો અને ત્યારબાદ કોઈ છોકરીને બાઈક ઉપર બેસાડી અને ત્યારબાદ બાઇકનો પીછો કરીને કહ્યુ હતુ કે અમારા ગામની છોકરીને કેમ બાઈક ઉપર લઈને ફરે છે તેમ કહી બદનામીનો ડર બતાવી છરી કાઢી રૂ.૨ લાખની માંગણી કરી હતી. ત્યારે સાવનકુમાર પાસે પૈસા ના હોઇ મારમારી બળજબરીથી રૂ.૫૬,૨૦૦ કઢાવી ગુનો કરી નાસી ગયા હતા. ત્યારે સાવનકુમારએ પાંચ શખ્સો વિરુદ્ધ હની ટ્રેપની થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ થરા પીએસઆઈ પી.એન.જાડેજાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી હની ટ્રેપમાં સંડોવાયેલા ગુનેગારોની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે થરા પોલીસને આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ભાવુભા મફુભા વાઘેલા, દિલીપસિંહ કનુભા ઝાલા, કિશનસિંહ રણધીરસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભોલો ધીરુભા વાઘેલા (ચારેય રહે.વડા,તા.કાંકરેજ)તથા વિરેન્દ્રસિંહ ઉર્ફે દજુભા વાઘેલા (રહે.ભલગામ, તા.કાંકરેજ) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરી ગુનાની ગંભીરતા જાેતા નામદાર કોર્ટે પાંચેય આરોપીઓના જામીન ના મંજુર કરતા પાંચેય આરોપીઓને પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા.

Two-persons-reprimanded-her-husband-and-took-a-beating-stick-and-broke-down.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *