Gujarat

હવે અંબાજી મંદિરમાં નિઃશુલ્ક સાઉન્ડ અને લાઈટ જાેઈ શકાશે

અંબાજી
અંબાજીમાં આવતા માઈભક્તોએ રાત્રી રોકાણ કરવા આર્કષવા ગબ્બર પર્વત પર ૧૩ કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોના આયોજન કરાઈ રહ્યું છે. સોમનાથની જેમ ગબ્બર ઉપર નિઃશુલ્ક લાઈટશ્શો જાેઈ શકાશે.જિલ્લા કલેકટર આનંદ પટેલ અને યાત્રાધામ બોર્ડના આર આર રાવલે જણાવ્યું હતું કે “શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ પૂજારી અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શોભાયાત્રા જયોત યાત્રા પરિક્રમા ગબ્બર ગેટ સર્કલથી ગબ્બર પ્રવેશ ધ્વાર સુધી આદીવાસી આશ્રમશાળા, અંબાજીની ૫૧ દીકરીઓ ધ્વારા કળશ યાત્રા તેમજ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ધ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જયોત લાવી તમામ મંદિરોમાં જયોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમા યોજાશે. જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ ઉપરાંત મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના કુલ ૬૪૬ મંડળ ધ્વારા ૨૪ કલાક આનંદ ગરબાની અખંડ ધુન કરવામાં આવશે. ડિમોલ્યુએશન વર્ક,ફિલીંગ વર્ક, પ્લીન્થ વર્ક ,ગ્રેનાઈટ ક્લેડીંગ , ગબ્બર અને ૫૧ શક્તિપીઠોનું થીમ બેઝ સ્કલપચર ડિઝાઈન, સ્ટ્રક્ચર વર્ક, સાઈનેઝીસ, એસએસ રેલીંગવર્ક અને રોશનીનો શણગાર, સાંસ્કૃતિક ગામ ૩ડી વર્ચ્યુઅલ,ધાર્મિક સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ,ફુલોનો શણગાર, પ્રદર્શની, ગરબા અને ઢોલી, આદિવાસી નૃત્ય કલાકારો,અશ્વશાળા, ગુરૂકુળ, સ્પતર્ષિની કુટિર, શક્તિપીઠનું મંદિર,ચબૂતરો, યજ્ઞશાળા, ગૌશાળા, રાજાેપચારની વિધી એઆર-વીઆર ટેકનોલોજી દ્વારા સોમનાથ, દ્વારકા, અંબાજી યાત્રાધામોના ૧૦’ ઠ ૧૦’ ના ૩ સાઈડ એલઇડી સ્ક્રીનમાં વિડીયો પ્રદર્શન, મુખ્ય ૮ યાત્રાધામોના સ્ટોલ અને અન્ય ધાર્મિક સંસ્થાઓના સ્ટોલ, રાજ્યના મહત્વના મંદિરોના પેઈન્ટીંગનું ડિસપ્લે કરાશે. યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ, ફેસબુક પેજ, યુટ્યુબ, ઇનસ્ટાગ્રામ પર વિવિધ પોસ્ટ અપલોડ કરવામાં આવશે, ફેસબુક અને યુટ્યુબ પેજના માધ્યમથી મહત્વના આઠ યાત્રાધામો અંગેની માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલ્બધ કરવા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરાશે. ગબ્બર પર્વતની ઓરકોર ભારત સહિત જુદા જુદા દેશોમાં ૫૧ શક્તિપીઠ બિરાજમાન છે જેમની પરિક્રમા લહાવો છે. આ પરિક્રમાના રૂટની શરૂઆત ગબ્બર પર્વતની ડાબી બાજુના પ્રવેશ દ્વારથી થાય છે. મુખ્ય ગેટ થઈ ૧૫૦૦ પગથિયાં ૨.૮કિલોમીટરના ટ્રેક પર આવે છે. જેમાં દરેક મંદિરના દર્શન કરતા કરતા આગળ વધતા અઢીથી ત્રણ કલાક જેટલો સમય જતો રહે છે. “વાહનો માટેના પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ૪૦૦થી વધુ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થા માટે ખડે પગે રહેશે જેઓ યાત્રિકોની સલામતી ઉપરાંત વાહનોના નિયંત્રણ વગેરેની કામગીરી હાથ ધરશે.”

Free-light-sound-can-be-seen-on-Ambaji-Gabbar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *