Gujarat

૧૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો, વિજેતા ખેલાડીઓને સ્લીડ અને પ્રમાણપત્રો અપાયા

પાટણ
પાટણ શહેરમાં આવેલા સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રોટરી કલબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વય ગ્રુપના ૧૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં એકથી ત્રણ નંબર મેળવનાર ખેલાડીઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પાટણ જિલ્લા સ્પોર્ટ્‌સ સંકુલ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વય જૂથના ભાઈઓ અને બહેનોની અન્ડર ૧૨, અન્ડર ૧૭, ઓપન ગ્રુપ ૧૭થી ૪૫ વર્ષ, ૪૫થી ઉપરના અને ૬૦ વર્ષથી વધુની ઉમરના ૧૦૦ જેટલા ખેલાડીઆ આ તરણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના ઉદ્‌ઘાટન પ્રસંગે જીમખાના પ્રમુખ કનુભાઈ પોપટ, ઉપપ્રમુખ પ્રશાંત મોદી ઉપસ્થિત રહી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીના હસ્તે વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટેકનીલ અને સ્વિમિંગ કોચ હેમલભાઇ વરધાની, પ્રો. ચેરમેન રો. જયરામભાઇ પટેલ, વિનોદ ભાઈ સુથાર, પ્રો. કો. ચેરમેન રો. મહેન્દ્ર પટેલ, રોટરી પ્રમુખ રાજેશ મોદી, મંત્રી શૈલેષ સોની, રો. રણછોડભાઈ પટેલ, સ્પર્ધા કન્વીનર સંતોષભાઇ જાદવ, સ્વિમિંગ પુલના ટ્રેનર અમરતજી ઠાકોર, લાઈફ ગાર્ડ મોહમ્મદ પઠાણ, વિક્રમ ભરવાડ વગેરે રોટરીના સભ્યો, સ્વિમિંગના સભ્યો, ખેલાડીઓ અને વાલી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Rotary-Club-swimming-competition-was-organized-in-Patan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *