પાટણ
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ જિલ્લામાં ગુમ થયેલી વ્યકિતઓ-બાળકોને શોધી કાઢવા તેમજ વાલી વારસો સાથે મેળાપ કરાવી તેઓનું કુટુબમાં પુનઃસ્થાપન કરાવવા જિલ્લાની તમામ પોલીસ મથકોને સુચના આપવામાં આવી હોય જે અંતગર્ત સરસ્વતી તાલુકા પી. આઈ. સહિતના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી આધારે છેલ્લા ૧૨ માસથી ગુમ થયેલી અસ્થિર મગજની વ્યકિતને પરીવાર સાથે મિલાપ કરાવ્યો હતો. ગતરોજ પોલીસનાં પેટ્રોલિંગ દરમિયાન રોડની સાઇડ ઉપર એક ભીક્ષુક જેવા વ્યકિત મળી આવેલૂ જેની પુછપરછ દરમિયાનન તેની માનસિક સ્થિતિ સારી ન હોઇ જે પોતાનું નામ નરપત રાઠવા રહે.સાટુનવાળો હોવાનું રટણ કરતો હોઇ જેથી ઇ-ગુજકોપ તેમજ ગુજરાત પોલીસ વેબ દ્રારા ગામ સર્ચ કરી તેના પરીવારના સભ્યોનો સંપર્ક કરી તેઓને હેર કટીંગ કરાવી સારા કપડા પહેરાવી તેના દિકરા સુનીલભાઇ રાઠવા આવતાં તેઓની પુછપરછ કરી હતી. તમામ પાસા તપાસીને સરસ્વતી તાલુકા પોલીસ દ્વારા માનસિક બિમારીને કારણે વિખુટા પડેલા નરપતભાઇ દલપતભાઇ રાઠવાને બારેક માસ બાદ તેના પરીવાર સાથે મેળાપ કરાવી કુટુંબમાં તેમનું પુનઃસ્થાપન કરાવી સરસ્વતી તાલુકા પીઆઈ રાકેશભાઈ જી.ઉનાગર સહિતના પોલીસ સ્ટાફ ની કામગીરી પ્રશંસનીય બની રહી છે.


