રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP હેઠળની જુદી-જુદી યોજનાઓ માટે પાત્રતા ધરાવનાર એક પણ લાભાર્થી આ યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે કલેક્ટર શ્રી રચિત રાજના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે.
હાલમાં જૂનાગઢ જિલ્લામાં વિધવા, વૃદ્ધ, નિરાધાર વૃદ્ધ અને રાષ્ટ્રીય કુટુંબ સહાય મેળવતા લાભાર્થીઓમાં જિલ્લા વહીવટી તંત્રના સફળ પ્રયાસોથી વધારો થઈ રહ્યો છે. જે તા.૨૫-૭-૨૦૨૨ની સ્થિતિ વધીને ૫૩૩૫૭ પહોંચ્યો છે. ઉપરાંત ૩૪૮ જેટલી અરજીઓ મંજૂર થવાની પ્રક્રિયામાં છે.
આમ, જિલ્લા વહીવટી તંત્ર અશક્ત-જરૂરિયાતમંદ લાભાર્થીઓને સહાયરૂપ થવા માટે અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે તંત્ર તલાટી મંત્રી, આંગણવાડી વર્કર, આશાબહેનો સહિતના કર્મચારીઓના માધ્યમથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓના ઘરે-ઘરે પહોંચી રહ્યું છે. આમ, જેમને મળવાપાત્ર સહાય છે, તેમને શોધીને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ લાભ અપાવી સહાયરૂપ થવાનો એક અનૂઠો સેવાયજ્ઞ આદર્યો છે.
સમગ્ર જિલ્લામાં તા.૧૬-૫-૨૦૨૨ની સ્થિતિએ ૪૯૪૩૧ લાભાર્થીઓ સુધી વિધવા, વૃદ્ધ વગેરે સહાયનો લાભ મેળવી રહ્યા હતા.જેમાં વધારો થઈને ૫૩૩૫૭ એ પહોંચ્યો છે. સાથે જ બાકી રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા તંત્ર પ્રયત્નશીલ છે.
ઉપરાંત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ખાસ કેમ્પ, સેવાસેતુ વગેરેના માધ્યમથી સમાવી લેવામાં આવે છે. આમ, જિલ્લા કલેક્ટર શ્રી રચિત રાજની પ્રજાલક્ષી નવીનત્તમ પહેલ થકી જનલ્યાણની યોજનાઓ વેગવાન બની છે.
