આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગાસન યોજવા ભારતભરમાંથી વિશિષ્ટ ૭૫ સ્થળોને યોગ સ્થળો તરીકે પસંદ કર્યા હતા, જેમાંનાં એક, ગુજરાતના વડોદરામાં આવેલ સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા સ્મારક, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્યરત વૈશ્વિક અભિયાન SRMD Yoga એ અન્ય યોગ સંસ્થાઓ સાથે ઉપસ્થિત હજારો લોકોને યોગાસનોમાં લીન કર્યાં હતાં. અહીં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના મંત્રી માનનીય શ્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત હતાં, જેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ યોગાસનો કર્યાં હતાં. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી કહે છે, યોગ એટલે પરમાત્મા સાથે જોડાવું અને જગત સાથે સુમેળથી જીવવું.’ SRMD Yoga આસન, પ્રાણાયમ, મુદ્રા અને અન્ય યોગ તકનીકો દ્વારા મન, શરીર તથા આત્માને એકરૂપ કરી
સર્વગ્રાહી જીવન જીવવાનું પ્રોત્સાહન આપે છે. SRMD YOGA ને યોગ અલાયન્સ તથા ઈન્ડિયન યોગા એસોસિએશન દ્વારા પ્રમાણિત ISO 9001:2015 (QMS) & ISO 21001:2018 (EOMS) તેમ જ ભારત સરકારના યોગા
સર્ટિફિકેશન બોર્ડના પ્રમાણપત્રો મળ્યા છે.
‘યોગા ફેર હ્યુમાનિટી’ (માનવતા માટે યોગ) થીમના જુસ્સા સુધી પહોંચવા SRMD Yoga એ વિશ્વભરમાં યોગ અને ધ્યાન સત્રોનું આયોજન કર્યું હતું. SRMD Yoga નું મુખ્ય કેન્દ્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર છે, જે ૨૨૩ એકરનું લીલુંછમ આધ્યાત્મિક અભયારણ્ય છે જ્યાં મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની
સૌથી ઊંચી અને ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શહેરી ભાગદોડથી દૂર, યોગમાં તલ્લીન થવા અત્યંત અનુકુળ વાતાવરણ ધરાવતાં આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરને આયુષ મંત્રાલયના મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગ તરફથી એક વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત ૧૦૦ દિવસના કાઉન્ટડાઉન યોગોત્સવનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત SRMD Yoga દ્વારા યોગને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા વિવિધ માધ્યમો તેમ જ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી તેમ જ ફ્રેન્ચ અને જર્મન એમ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરીને વિશ્વભરમાં ૩૦૦ થી વધુ ઓનલાઈન તેમ જ પ્રત્યક્ષ વર્કશોપ યોજવામાં આવ્યાં હતાં. આ વર્કશોપમાં યુવા વિદ્યાર્થીઓથી લઈને કોર્પોરેટ, ફિટનેસ ક્લબથી લઈને આંતરધર્મી કાર્યક્રમ તથા મહિલા સામાજિક જૂથો માટેના સ્વાસ્થ્ય કાર્યક્રમનો સમાવેશ થાય છે. સાથે જ SRMD Yoga એ પોલીસ, રેલ્વે ફોર્સ તેમ જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ અને નેશનલ ઈન્સ્ટિીટ્યુટ ઓફ આયુર્વેદિક મેડિસીન જેવી ટોચની સરકારી સંસ્થાઓ માટે વિશેષ સત્રો યોજ્યાં હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સના સહયોગથી SRMD Yoga એ વિશ્વભરમાં ૨૩૬ ભારતીય વાણિજ્ય દૂતાવાસ, ઉચ્ચ આયોગ અને સાંસ્કૃતિક કેન્દ્રોને પણ યોગની ભાવનાથી જોડ્યાં હતાં. આમ SRMD Yoga એ બ્રાઝિલના સાઓ પાઉલોથી આફ્રિકાના જીબુટી, ઓસ્ટ્રેલિયાના સિડનીથી દક્ષિણ અમેરિકાના ગુયાના, કેનેડાના ટોરોન્ટોથી અમેરિકાના શિકાગોથી ન્યૂયોર્ક સુધી
વિશ્વભરના શહેરો આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગની ભાવનાથી એક તાંતણે બાંધી દીધાં હતાં!
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આગામી દિવસોમાં SRMD Yoga દ્વારા પેરિસના પ્રતિષ્ઠિત લીઓ લોક્રોન્જ સ્ટેડિયમ ખાતે ડોમટોમ ફૂટબોલ લીગ દરમિયાન ફ્રેન્ચ ભાષામાં સુંદર કીર્તન અને ધ્યાનનું આયોજન કરવામાં આવનાર છે. આ મેગા ઈવેન્ટમાં SRMD Yoga ૧૦,૫૦૦ પ્રેક્ષકો અને મડાગાસ્કર, હૈતી, ગુયાના, ગ્વાડાલુપ જેવા અનેક દેશોના ખેલાડીઓને યોગથી જોડશે. આમ નિરંતર પરિવર્તન અને પડકારોનો સામનો કરતાં વૈશ્વિક માનવીના સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ જાળવી રાખવામાં યોગ દ્વારા સહાયરૂપ બનવા SRMD Yoga આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે કર્યો હતો.


