Gujarat

અંકલેશ્વરના બાપુનગરના મકાનોમાં પાણી પ્રવેશી જતાં રહીશોમાં દોડધામ

અંકલેશ્વર ઓએનજીસી બાપુનગર માં વરસાદી પાણી સાથે ડ્રેનેજ નું પાણી ઘરમાં પ્રવેશ્યા હોવા ના દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રેનેજ લાઇન વરસાદી પાણી લઇ ભરાવો થતા ચોકબ થઇ જવા પામી હતી. દુષિત પાણી ઘરમાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. પાલિકા ખાતે જાણ કરવા છતાં કોઈ જોવા ના આવતા લોકોમાં રોષ ફેલાયો હતો.
અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. શનિવાર ના રોજ પડતા ધોધમાર વરસાદ વચ્ચે પુનઃ પાણી ને લઇ સમસ્યાઓ સામે આવી હતી. અંકલેશ્વર વોર્ડ નંબર 3 ના બાપુનગર વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે પાણી ઘરમાં પ્રવેશ્યા હતા. ડ્રેનેજ લાઇન વરસાદી પાણીનો ભરાવો થતાં છલકાઈ ઉઠી હતી.
અને ડ્રેનેજ પાણી સાથે વરસાદી પાણી બાપુનગર વિસ્તાર ના નીચાણવાળા ભાગમાં આવેલા લોકોના ઘરમાં પ્રવેશ્યા હતા. એક તરફ રેલ્વે દ્વારા અહીં દીવાલ લઇ લેતા બાપુ નગર વિસ્તાર નો પાણી નિકાલ અટક્યો છે. જેને લઇ ચાલુ વર્ષે જ પાણી ભરાવો થવાની સમસ્યા અંતિમ રાઉન્ડ માં આવી છે. ખાસ કરી ડ્રેનેજ લાઇનચોકબ થતા લોકો દ્વારા પાલિકા તંત્ર ને જાણ કરી હતી.

IMG-20221009-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *