Gujarat

નેત્રંગમાં રોગચાળો રોકવા માટે ઠેર ઠેર ફોગિંગની કામગીરી શરૂ

નેત્રંગ નગરમાં પાણીજન્ય રોગચાળો હવામાનમાંं છાશવારે થઈ રહેલ ફેરફારને લઇને વકળી રહ્યો હોવાને લઇને આરોગ્ય વિભાગમા રજુઆત કરવામા આવતા નગરના કેટલાક વિસ્તારો મા ફોગીંગની પ્રકીયા હાથધરવામા આવી હતી. નેત્રંગ નગરમા છેલ્લા કેટલાક સમયથી વારંવાર હવામાનમા થઈ રહેલા ફેરફારને લઇને વરસાદ તેમજ તાપતડકો થતો રહેતો હોવાથી નગર ભરમા રોડ રસ્તાઓ પર પડેલા ખાડા ખબોચીયામા ભરાતા પાણી તેમજ ઉભરાતી ગટરો ના પાણી ને લઇને પાણીજન્ય રોગચાળો નગરમાં પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે.
તેવા સંજોગોમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશ પટેલ તેમજ ઉપપ્રમુખ સંકેત પંચાલે નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારી ડૉ એ, એન, સીંગને રજુઆત આરોગ્ય વિભાગ થકી નગરના ગાંધીબજાર તેમજ જલારામ ફળીયા વિસ્તારમા મચ્છરોનો ઉપદ્રવ વધી જતા ફોગીંગની કામગીરી હાથ ધરવામા આવી હતી. ફોગિંગ શરૂ થતાં લોકોને પણ રાહત થઇ છે.

IMG-20221009-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *