AGSS ના પ્રમુખ અબ્દુલરશીદભાઈ કાઝી, મહિલા અગ્રણી ડૉ. શહેનાઝબેન બાબી, આર્કિટેક અખ્તરભાઈ ચૌહાણ, યુવા અગ્રણી નઈમભાઈ મિર્ઝા સહીત રાજ્યભરના સિપાહી અગ્રણીઓની વિશાળ હાજરી
સિપાહી સમાજના મર્હુમ હોદ્દેદારો, શ્રેસ્ટીઓ ને “સિપાહી રત્ન એવોર્ડ”, સ્વતંત્ર સેનાની અને લશ્કરના વીર શહીદો “સિપાહી ગૌરવ એવોર્ડ” એનાયત કરાયા, સમાજના પ્રતિભાશાળી નવયુવાનો ને “સિપાહી પ્રતિભા એવોર્ડ”, સેવાભાવી સંસ્થાઓને “સિપાહી સેવા એવોર્ડ” અને સમાજના ચમકતા વિદ્યાર્થીઓને “સિપાહી સિતારા એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા.
જૂનાગઢ તા. 02/08/2022
અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ અલ્હાજ અબ્દુલરશીદભાઈ કાઝી ની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમ માં મહિલા પાંખના અધ્યક્ષ ડૉ. શહેનાઝબેન બાબી (જેતપુર) , મહામંત્રી હનીફભાઇ ખોખર (જૂનાગઢ), નઈમભાઈ મિર્ઝા (અમદાવાદ), સિરાજુદ્દીન બાબા મલેક (અમદાવાદ), બહાદુરખાન પઠાણ (સુરત), ડૉ. મહેબુબભાઇ કુરેશી (અમદાવાદ), અમાનુલ્લાહખાન પઠાણ, મોઝમખાન પઠાણ (મહેસાણા), ડૉ. અલ્તાફ રાઠોડ (પોરબંદર), રુસ્તમભાઇ ડોડીયા (સુરત), યુનુસભાઈ બેલીમ (અમદાવાદ), હફીઝભાઈ મલેક (નડિયાદ) ઐયુબભાઈ શેખ (મોડાસા) સલીમભાઇ મિર્ઝા (ધોળકા), અબ્દુલજબ્બારભાઈ શેખ (ભાવનગર) મુન્નાખાન પઠાણ, હુસેનખાન પઠાણ, શબ્બીરભાઈ રાઠોડ (જામનગર), ખલીલભાઈ દસાડિયા (તળાજા), કરીમભાઇ હબીબાણી, ઇકબાલભાઇ ખોખર (ભાવનગર), ઉસ્માનભાઈ ગોરી (રાજુલા), નઝીરભાઈ સોલંકી (લીંબડી), સલીમભાઇ કુરેશી, રફીકભાઈ ચૌહાણ (અમરેલી), હનીફભાઇ ચૌહાણ (બગસરા), આસિફભાઇ શેખ (બોટાદ) યુનુસભાઇ બેલીમ (ધોરાજી) જેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ગુજરાત સિપાહી સમાજનો ઇતિહાસ ખૂબ ઉજળો છે. અને રાજ્ય માં વસતા અંદાજે ચાલીસ લાખ સિપાહીઓ નું સૌથી વિશાલ સંગઠન છે અને વર્ષો થી સંસ્થા દ્વારા સમાજ માંથી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને દૂર કરવા માટે રાજ્યભરમાં મુહિમ ચલાવવામાં આવી રહી છે, સમાજમાં વિવિધ ક્ષેત્રે પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ થાય તે હેતુ થી સિપાહી જોડો મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે, અને તેના ભાગ રૂપે રાજ્ય સ્તરનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે ખીચોખીચ જનમેદનીથી ભરેલા અમદાવાદના ભવ્ય ટાગોર હોલમાં યોજાયેલ અભૂતપૂર્વ કાર્યક્રમમાં સિપાહી સમાજના મર્હુમ પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકર્તાઓને “સિપાહી રત્ન એવોર્ડ”, સ્વતંત્ર સેનાની અને ભારતીય સૈન્યમાં સેવા આપનાર સિપાહી સમાજના વીર શહીદો ના પરિવારને “સિપાહી ગૌરવ એવોર્ડ” એનાયત કરાયા, તેમજ સમાજના પ્રતિભાશાળી નવયુવાનો ને “સિપાહી પ્રતિભા એવોર્ડ”, સિપાહી સમાજના આગેવાનો દ્વારા સંચાલિત સેવાભાવી સંસ્થાઓને “સિપાહી સેવા એવોર્ડ” અને શિક્ષણ ક્ષેત્રે ચમકતા સિપાહી સમાજના વિદ્યાર્થીઓને “સિપાહી સિતારા એવોર્ડ” થી નવાજવામાં આવ્યા.
કુરઆન શરીફ ની તિલાવત થી શરુ કરાયેલ કાર્યક્રમ ની શરૂઆતમાં મહામંત્રી આયોજક હનીફભાઇ ખોખરે સિપાહી સમાજના ઈમાનદારી, બહાદુરી અને દિલેરી ના ઇતિહાસથી સૌને વાકેફ કાર્ય હતા અને અખિલ ગુજરાત સિપાહી સમાજ ના ભૂતકાળના યોગદાન અને કામગીરી અંગે નો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો તો સંગઠનના પ્રમુખ અલ્હાજ અબ્દુલ રસિદભાઈ કાઝી એ તમામ સિપાહીઓએ સંગઠનમાં જોડાઈને તન,મન અને ધનથી સાથ સહકાર આપવા અને સિપાહી જોડો મહાભિયાન ને આગળ વધારવા આહવાન કર્યું હતું. તો સંગઠન ના મહિલા અધ્યક્ષ અને જાણીતા વક્તા ડૉ શહેનાઝબેન બાબીએ સમાજના સંગઠનમાં વધુમાં વધુ મહિલાઓ જોડાય અને ગૃહ ઉદ્યોગ કે રોજગારી મળે તેવી પ્રવૃત્તિ સાથે જોડાઈને સમાજને અને પરિવારને મદદરૂપ થવું જોઈએ.
આ પ્રસંગે સિપાહી સમાજનું ગૌરવ એવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે પોતાની વ્યંગાત્મક શૈલીમાં સમાજને સંગઠિત થઈને શિક્ષણમાં વધુ ધ્યાન આપવા ઉપર ભાર આપ્યો હતો, અને સૌને હસાવ્યા હતા, તો ગુજરાત એ.ટી.એસ. ના એસ.પી. ઈમ્તિયાઝ શેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જયારે સમાજની વાત આવે ત્યારે તેમાં રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણ સમાજને ઉપ્પર લાવવા માટે હોવું જોઈએ. મુસ્લિમ અગ્રણી, ધારાશાસ્ત્રી એની દાતા વજીરખાન પઠાણે કહ્યું હતું કે સમાજના બાળકો શિક્ષિત બને તે માટે મેં હંમેશા મારા દરવાજા ખુલ્લા રાખ્યા છે અને આર્થિક મદદ કરી છે, જયારે કોઈપણ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક જરૂર પડે ત્યારે મદદ કરવાની તૈયારી બતાવી હતી, કાર્યક્રમમાં મુંબઈ થી પધારેલા સિપાહી સમાજના ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય આર્કીટેક એન્જીનિયર અખ્તરભાઈ ચૌહાણે જણાવ્યું કે સમાજના લોકો વચ્ચે જે મનદુઃખ થયું હોય તેને સૌએ ભૂલી જવાનું છે અને સમાજને પ્રગતિ અને ઉન્નતિના પંથે લઇ જવાનો છે, તેમને વિદ્યાર્થીને સંબોધતા કહ્યું હતું કે તમારા તેજસ્વી જ્ઞાન થી રાષ્ટ્ર અને સમગ્ર માનવ માટે યોગદાન આપવાનું છે અને સારી સુવાસ પ્રસરાવવાની છે. યુવા રાજકીય અગ્રણી નઇમભાઈ મિર્ઝા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે હું આભાર મનુ છું સમાજના એ વડીલો નો કે જેણે આપણા માટે આવા શ્રેષ્ઠ સંગઠન બનાવ્યા પરંતુ હવે તેને ચલાવા માટે યુવાનોએ આગળ આવવું પડશે. આ ઉપરાંત સિપાહી સમાજના અગ્રણી બહાદુરખાન પઠાણ, મોઝમખાન પઠાણ,
આ પ્રસંગે સમાજને પ્રગતિના પંથે લઇ જવા માટે અખિલ ગુજરાત સિપાહી સમાજ માં સ્થાપનાથી લઈને હંમેશા જહેમત ઉઠાવીને તન મન અને ધન ની કુરબાની આપીને સમાજ માટે પોતાનું જીવન ન્યોછાવર કરીને સમાજ સેવા કરનાર સમાજના રત્નો ના પરિવારને મન સન્માન આપીને મરણોત્તર “સિપાહી રત્ન એવોર્ડ” થી નવાજવામાં આવ્યા હતા,
જેમાં… સંસ્થાપક મર્હુમ મહંમદભાઇ નન્નુંભાઈ ચૌહાણ (પાલીતાણા), પૂર્વ પ્રમુખ, મર્હુમ બુઢૂભાઈ ખોખર (કુતિયાણા), પૂર્વ પ્રમુખ, મર્હુમ ઇસ્માઇલભાઈ ખાનભાઈ સોલંકી (રાજકોટ), પૂર્વ પ્રમુખ, મર્હુમ રજબખાં રેમાનખાં પઠાણ (શિહોર), પૂર્વ પ્રમુખ, મર્હુમ (હાજી) હસનભાઈ આઈ. રાઠોડ (પોરબંદર), પૂર્વ પ્રમુખ, મર્હુમ ભીખુભાઈ એમ. મકવાણા (સુરેન્દ્રનગર), પૂર્વ પ્રમુખ, મર્હુમ ડૉ. અ. રશીદભાઈ એ. શેખ (ભાવનગર), પૂર્વ પ્રમુખ, મર્હુમ અ. કરીમભાઈ દસાડીયા (તળાજા), પૂર્વ પ્રમુખ, મર્હુમ દિલાવરખાન સી. પઠાણ (સાવરકુંડલા), પૂર્વ મહામંત્રી, મર્હુમ અમીનભાઈ એન. કુરેશી (ઘોઘા), ઉપપ્રમુખ, મર્હુમ પ્રો. એ. કે. પઠાણ (જામનગર), પૂર્વ યુવા પ્રમુખ, મર્હુમ અ. ગફારભાઈ રહેમાનભાઈ જાદવ (સાવરકુંડલા) પૂર્વ ઉપપ્રમુખ, મર્હુમ ડૉ.મહમદભાઈ યુ. રાઠોડ (જામનગર), પૂર્વ ઉપપ્રમુખ, મર્હુમ રહેમાનભાઈ એમ. ખોખર (રાજકોટ), મર્હુમ ઇકબાલભાઈ ટી. સીદ્દી (ભાવનગર), મર્હુમ (અલ્હાજ) મહેબુબભાઈ જે. ચૌહાણ (રાજકોટ), મર્હુમ કેપ્ટન રહીમભાઈ રહેમાનભાઈ મલેક, (સિહોર), મર્હુમ મહંમદભાઇ ચૌહાણ (ચૌહાણ પ્રેસ) (ગોંડલ), મર્હુમ મહંમદભાઇ ઇસ્માઇલભાઈ સોલંકી (રાજકોટ), મર્હુમ કરીમખાન મહંમદખાન પઠાણ (વાઘનગર), મર્હુમ ઇકબાલભાઈ બી. ખોખર (રાજકોટ), મર્હુમ શાભાઈ ખોખર (ભાવનગર), મર્હુમ હુસેનબેગ જી. મીરઝા (સુરત) મર્હુમ આર.એમ. શેખ (અમદવાદ) મર્હુમ ઉસ્માનભાઈ એચ. મીરા ભાવનગર, મર્હુમ ડૉ. મો. યુસુફભાઈ એમ. મલેક (અમદાવાદ) મર્હુમ શેરભાઈ હુશેનભાઈ દસાડીયા (તળાજા), મર્હુમ હસનભાઈ અલીભાઈ માસ્તર (ભાવનગર) મર્હુમ હાજી ઈબ્રાહીમખાં પઠાણ (જેસર) મર્હુમ કરીમભાઈ ભટ્ટી (ધોરાજી) મર્હુમ અનવરખાન પઠાણ (જામનગર) મર્હુમ આસિફભાઇ અબ્દુલભાઇ બેલીમ (જેતપુર) મર્હુમ ઇર્શાદબેગ મિર્ઝા (મોડાસા) મર્હુમ હાજી ઇબ્રાહીમભાઇ સોલંકી (રાજકોટ), મર્હુમ અલ્લારખુભાઇ બેલીમ (રાજકોટ), મર્હુમ યુસુફબાભાઈ બેલીમ (રાજકોટ),
તે ઉપરાંત ભૂતપૂર્વ હોદ્દેદારો ને પણ “સિપાહી રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં…
પૂર્વ પ્રમુખ જ. ફાજલભાઈ ચૌહાણ (આંબલા) પૂર્વ ઉપપ્રમુખ જ. સિરાજુદ્દીન એન. મલેક (અમદાવાદ) પૂર્વ ઉપપ્રમુખ જ. બહાદુરખાન એ. પઠાણ (સુરત) પૂર્વ મહામંત્રી જ. હસનભાઈ ભંડેરી (જામનગર) જ. મહંમદ કાસીમ અલ્વરે સાહેબ (જામનગર) જ. ફીરોજભાઈ રંગરેજ (અમદાવાદ) જ. જમાલભાઈ એ. મોગલ (અમરેલી) જ. મંહમદભાઈ સીદીકભાઈ પટેલ (સુરેન્દ્રનગર) જ. અનવરભાઈ કે. મીરઝા (સુરેન્દ્રનગર) જ. નઝીરભાઈ એ. બેલીમ (સુરેન્દ્રનગર) જ. ઝાકીર હુસેન કોરેજા (જામનગર) જ. મહંમદ હુસેન ભટ્ટી (જામનગર) જ. ઇકબાલભાઇ ઝવેરી (જામનગર) જ. ઇબ્રાહીમભાઇ સોલંકી (જામનગર) હાજી ઈક્બાલખાન પઠાણ (જામનગર) જ. ઇસ્તિયાકખાન દાવી (જામનગર)
તે ઉપરાંત પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને સિપાહી સમાજનું ગૌરવ એવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, ગુજરાત એ.ટી.એસ. ના એસ.પી. ઈમ્તિયાઝ શેખ નું પણ સિપાહી રત્ન એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પોતાની જાનની પરવા કાર્ય વિના આઝાદની લડતમાં જોડાઈને દેશને આઝાદ કરાવનાર સિપાહી સમાજના સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશ સેવા કાજે ભારતીય સૈન્ય જોડાઈને શહીદી વહોરનાર જાંબાઝ વીર શહીદો / સેવા નિવૃત આર્મી ઓફિસરો/જવાનો,તેમજ રમત-ગમત, સંગીત, કલા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સિપાહી સમાજને ગૌરવ અપાવનારા બહાદુર સિપાહીઓ ને સિપાહી ગૌરવ એવોર્ડ થી સન્માન ની સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સ્વાતંત્ર્ય સેનાની એવા ઇસ્માઇલભાઈ નાગોરી (તરવડા), નૂરભાઈ કાઝી (પાલીતાણા) એહમદભાઈ માનજીભાઇ પઠાણ (લીલીયા મોટા) ગુલામરસુલ કાઝી (સાવર કુંડલા) તેમજ 1971 ના પાકિસ્તાન સામેના યુધ્ધ માં અનેક પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી ને શહીદી વહોરનાર વીર શાહિદ કાદરખાન તુર્ક પઠાણ (વાળુકડ), ભારતીય સેનામાં કેપ્ટન તરીકે સેવા આપ્યા પછી AGSS માં સેવા આપણા કેપ્ટન રહીમભાઈ મલેક (સિહોર) ભાવનગર સ્ટેટના વીર શહીદ હસનભાઈ રાજેભાઈ કુરેશી (સેંજળીયા), રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મામલતદાર હાજી ગુલાબભાઇ કાઝી (કોટડા સાંગાણી), રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ASI મહમદરફીક હબીબભાઇ ચૌહાણ (ગોંડલ) સાંસ્કૃતિક ક્ષેત્રે વિદેશમાં ડંકો વગાડનાર સુલેમાનભાઈ કુરેશી (સુરેન્દ્રનગર), ગુજરાત ગવર્નર દ્વારા સન્માનિત NGO સંચાલક અલ્તાફભાઈ કુરેશી (જૂનાગઢ),
શૈક્ષણિક ક્ષેત્રે અમેરીકા ના કેલિફોર્નયા માં ડોક્ટરલ રિસર્ચસ કરનાર મલેક વજીરભાઈ મહેબુબભાઈ (શાખપુર) અભયાસ અર્થે સ્પેન અને ઇટલી જનાર હિરવાબેન આસિફભાઇ બેલીમ (જેતપુર), શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાઓ ઇદ્રીશભાઈ લતીફભાઇ કુરેશી (ભાવનગર), કિહાનખાન પઠાણ (ગોધરા) ઇદ્રીશભાઈ રહીમભાઈ કુરેશી (ભાવનગર), મર્હુમ પ્રિન્સિપાલ જર્સીસભાઈ કાઝી (ભાવનગર), સેંકડો કૈદીઓ ને શિક્ષણ આપી વ્યસન મુક્ત કરાવનાર ઝુબેરભાઈ કાઝી (ભાવનગર), અનેક PHD વિદ્યાર્થીઓને ગાઈડ તરીકે માર્ગદર્શન આપનાર પ્રોફેસર અતાઉલ્લાહખાન યુસુફઝઈ (ભાવનગર),
તે ઉપરાંત રમતગમત ક્ષેત્રે રાજ્યમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન રેહાન ડૉ. રફીકભાઇ કુરેશી (ભાવનગર), ફૂટબોલ ચેમ્પિયન મકવાણા સોહાન સાહિલભાઇ (રાજકોટ) રસ્સા ખેંચ રમતમાં રાજ્ય કક્ષા એ પ્રથમ આફરીનબેન શેખ (અમદાવાદ) રસ્સા ખેંચ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બહેલીમ સાયમાબેન સઈદખાન પઠાણ (અમદાવાદ) નેશનલ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવનાર કિહાનખાન ફિરોઝખાન પઠાણ (ગોધરા), ટેબલ ટેનિસ માં એવોર્ડ વિજેતા રમીઝભાઈ સુમરા (ધ્રાંગધ્રા), રાજ્યમાં 100 મીટર દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રુહાન અ.અઝીઝ શેખ (અમદાવાદ), રાજ્યમાં ખો ખો સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર માહેરાબેન સોયેબખાન પઠાણ (અમદાવાદ), નેશનલ હેન્ડબોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સિમરનબેન સલીમભાઇ બેલીમ (ભાવનગર),
અન્ય ગૌરવવંતી કામગીરી માટે સમાજનું નામ રોશન કરનાર વન્ય પ્રાણી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ (જામનગર), પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર PI એહમદભાઈ કુરેશી (ભાવનગર), વાહન વ્હીલ માટે યુનિક શોધ અને પેટન્ટ મેળવનાર લિયાકતખાન અને અયુબખાન બાબી (મહેસાણા) પ્રસિધ્ધ એન્કર અને સિંગર મહમદ હુસેન ગુલામ રસુલ મલેક (મોન્ટુભાઈ) (વડોદરા) નું સન્માન કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત સિપાહી સમાજના આગેવાનો દ્વારા સંચાલીત સેવા સંસ્થાઓના સેવાભાવી કાર્યકરોને સિપાહી સેવા સંસ્થા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પીરે તારિકત અલ્હાજ દાદાબાપુ દ્વારા સંચાલિત SMGK શૈક્ષણિક સંકુલ (સાવરકુંડલા) ના ડાયરેક્ટર ઇબ્રાહીમભાઇ કુરેશી, સિપાઈ સમાજ ટ્રસ્ટ – પોરબંદર ના પ્રમુખ ડૉ. અવેશભાઈ ચૌહાણ અને યુવા ટીમ, ભાવનગર સિપાહી સમાજ દ્વારા સંચાલિત સિપાહી સમાજ હોસ્ટેલ વતી કરીમભાઇ હબીબણી, એકતા ટ્રસ્ટ – સુરત ના મહેબુબભાઇ ચૌહાણ અને અબ્દુલ રહેમાન મલબારી, ખિદમત ગ્રુપ – ઉપલેટા ના હારુનભાઈ રાઠોડ અને ટીમ, સિપાહી યુવા ગ્રુપ – મહુવા ના અર્શદભાઈ દસાડીયા અને મિત્ર મંડળ, દુઆ ફાઉન્ડેશન જામનગરના અઝીમખાન પઠાણ, બીઝ પબ્લિસિટી ટ્રસ્ટ – રાજુલા ના ઈરફાનભાઈ ગોરી, સિપાહી પ્રગતિ મંડળ – અમરેલી ના ફિરોજભાઈ કુરેશી અને યુવા ટીમ, રક્ષક સેવા સમિતિ – અમદાવાદ ના નઝરૂદ્દીનભાઈ શેખ (એડવોકેટ), ભારતીય એકતા એજ્યુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ – ગુંજા, મહેસાણા ના વાજીદઅલીખાન અમાનુલ્લાહ ખાન પઠાણ, ને સિપાહી સેવા સંસ્થા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને સરકારની જાહેર સેવામાં મોભાદાર નોકરી મેળવનાર સિપાહી સમાજના યુવક યુવતીઓ ને સિપાહી પ્રતિભા એવોર્ડ થી સત્કારવામાં આવ્યા હતા જેમાં ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર બનવા નું ગૌરવ અપાવનાર આરઝૂબેન ફિરોઝખાન પઠાણ (ગાંધીનગર) ડાયરેક્ટ ભરતીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પસંદ થનાર નાઝનીન સલીમખાન ખોખર (જૂનાગઢ), તેમજ અન્ય શીશએહમદ ભાઈ કાઝી (ભાવનગર), રુસ્તમભાઇ રહીમભાઈ કુરેશી, ઝુબેરખાન મુમરેજખાન પઠાણ, પરવેઝખાન મુમરેજખાન પઠાણ, આસિફભાઇ રહીમભાઈ ડોડીયા, અલીઅશગરખાન પઠાણ, અરમાનભાઈ ધંધુકિયા, મુદ્દસરખાન મહંમદખાન પઠાણ, રબાઝખાન આલમખાન પઠાણ, ઝુનેદખાન સલીમખાન પઠાણ, વગેરે ને સિપાહી પ્રતિભા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના સમાપન વખતે આભાર વિધિ AGSS ના પ્રવક્તા અને યુવા કાર્યકર રુસ્તમભાઇ રાઠોડે કરી હતી, અને માન સન્માન સાથે રાષ્ટ્ર્ર ગીત ગાઈને સિપાહી જોડો મહાઅભિયાન ને સફળ બનાવવા અને દર વર્ષે આ પ્રકારનો એવોર્ડ અને સન્માન કાર્યક્રમ યોજવાનો સંકલ્પ સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અલ્તાફખાન રાઠોડ, મુન્નાખાન પઠાણ અને અલ્તાફભાઈ કુરેશી એ સાંભળ્યું હતું, જયારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે AGSS ખજાનચી સુહેલભાઈ સિદ્દીકી (જૂનાગઢ), રફીકભાઇ ચૌહાણ (અમરેલી) હમીદભાઈ સૈયદ, નજીરભાઈ મલેક (વાઘનગર), હારૂનભાઇ ભટ્ટી (જામનગર), ઇશરતબેન ખાન અને ઝરીનાબેન (અમદાવાદ), યુસુફભાઇ શેખ અનવરભાઈ સૈયદ અને આરીફભાઇ બેલીમ (સુરત), બાપુનગર સિપાહી સમાજના પ્રમુખ, ગુલાભભાઈ ભટ્ટી, રફીકભાઇ સૈયદ ડૉ. મહેબૂબ કુરેશી, સિકંદરભાઈ કુરેશી, અમનભાઈ કુરેશી,આદિલભાઈ કુરેશી, ડૉ આકીબ કુરેશી, જાવેદભાઈ ઘાસુરા, માજીદખાન પઠાણ (અમદાવાદ), અલ્તાફભાઈ પઢીયાર (વડોદરા) વિગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

