Gujarat

અમદાવાદના બિલ્ડર ગ્રુપના ઘર-ઓફિસમાં ઈન્કમટેક્સના દરોડા

અમદાવાદ
છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપનાં ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ ૨૫ જેટલાં અલગ-અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરી છે. આ બંને બિલ્ડર ગ્રુપના પ્રમોટર્સનાં ઘરે તેમજ તેમના ટોચના એક્ઝિક્યુટિવનાં ઘરે તપાસ ચાલી રહી છે. આ સાથે જ બંને બિલ્ડરની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દિનકર ગ્રુપ ઉપરાંત આ બંને સાથે કામ કરતા બ્રોકર્સને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે, જાેકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે. શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ, જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ અને મનીષ બ્રહ્મભટ્ટની ઓફિસ તથા રહેઠાણો પર આઈટી રેડ કરવામાં આવી રહી છે. ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં ૨૨ સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ૨૦ જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે ૧ કરોડની રોકડ અને ૧ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને ૨૨ જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર ૧૦૦થી વધુ અધિકારી જાેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *