Gujarat

અમદાવાદમાં યુથ કોંગ્રેસે જ્મ્મુમાં અને ઉદયપુરના આરોપીના ભાજપ કનેક્શનના બેનરો લગાવ્યા

અમદાવાદ
ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓ અને જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓના સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. તેમાં જમ્મુ કશ્મીરમાં પકડાયેલો એક આરોપી ભાજપ આઇ ટી સેલનો હોદ્દેદાર પણ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રામોલ, નિકોલ, બાપુનગર, રામેશ્વર સહિતની જગ્યા ઉપર આ બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ? આરોપી રિયાઝનો ઉપર આતંકવાદી અને નીચે ભાજપના નેતા સાથેનો ફોટો જ્યારે આરોપી તાલીમનો આતંકવાદી તાલીમ અને નીચે આઇટી સેલનો ચીફ તેવો ફોટો મુકવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ રીતે બેનરો લગાવી અને શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉદયપુર અને જમ્મુ કાશ્મીર માં પકડાયેલ આતંકવાદી ઓ અને ભાજપ ના કનેક્શનો ને ઉજાગર કરતા બેનર અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ભાજપના નેતા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઉદયપુરમાં કનૈયાલાલ દરજી નામના યુવકની હત્યા કેસમાં પકડાયેલા અને જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આરોપીઓના ભાજપના નેતાઓ સાથેના ફોટા તેમજ તેઓ પાર્ટીના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો હોવાના લખાણ સાથેના બેનરો શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ ભાજપનો રાષ્ટ્રવાદ છે કે આતંકવાદ તેવો સવાલ કરીને અંદર લખાણ લખીને આ બેનરો લગાડવામાં આવ્યા છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *