Gujarat

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી નવેક માસથી ફરાર કાચા કામના કેદીને રાજુલા ટાઉનમાંથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ

    મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ  નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરીનાઓએ અમરેલી જિલ્લામાં શરીર સંબધી અને મિલ્કત સંબધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ.
               જે અન્‍વયે પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમ રાજુલા ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૧૦૨૫૬/૨૧ IPC કલમ ૩૫૪(એ)(૨) વિ. ના કામે અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે હોય,મજકુર કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે સદર કેદીને તા.૦૧/૦૫/૨૦૨૧ ના રોજ દિન-૯૦ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. આ કેદીને તા.૩૧/૦૮/૨૦૨૧ ના રોજ બપોરે કલાક ૧૨/૦૦ વાગ્યે અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.આ કેદી રાજુલા ટાઉન વિસ્તારમાં હાજર છે તેવી ચોકકસ બાતમી મેળવી,કાચા કામના કેદીને પકડી પાડી,અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.
 *પકડાયેલ કેદી*
(૧) મહેશભાઇ ભુપતભાઇ કલસરીયા ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા સાંઇબાબાના મંદિર પાસે તા.રાજુલા
    *પકડાયેલ કેદીને અમરેલી જિલ્લા જેલ ખાતે કેદ રહેવા સારૂ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે*
               આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના PI શ્રી એ.એમ.દેસાઇ તથા   રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *