પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગર* નાઓ દ્વારા રાજ્યના પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરારી કેદીઓ/આરોપીઓને પકડવા સારુ *તા.૨૬/૦૩/૨૦૨૨ થી તા.૨૫/૦૪/૨૦૨૨* સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએઆ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર. કે. કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી. એન. મોરી* નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થઇ ગયેલ નાસતા ફરતા કેદીને લીલીયા તાલુકાના ખારા ગામેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
ફરાર થયેલ કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહીબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ દિન-૬૦ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. આ કેદીઓને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે કલાક ૧૨/૦૦ વાગ્યે હાજર અમરેલી જિલ્લા જેલ ખાતે થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.
*પકડાયેલ કેદીઃ-*હરેશભાઇ રૂખડભાઇ વેકરીયા, ઉ.વ.૩૨, ધંધો-મજુરી, રહે.ખારા, તા.લીલીયા જિ.અમરેલી.
પકડાયેલ કેદીને અમરેલી જિલ્લા ખેલ ખાતે કેદ રહેવા સારુ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી


