રાજકોટ શહેરમાં બેંક કર્મચારીએ તેની પત્ની સાથે છુટાછેડા માટે કોર્ટમાં કરેલ દાવો ફેમીલી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. પતિ પાર્થ રાઠોડે અન્ય એક મહિલા સાથે ગેરકાયદેસર લગ્ન કરી લીધા હોવાનું અને પતિએ પોતાના આડા સંબંધો પર પડદો પાડવા માટે પત્ની પર ખોટા આક્ષેપો લગાવી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું જે બાદ ઉલટ તપાસમાં પતિ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પોકળ સાબિત થયા થતા કોર્ટ દ્વારા 14 વર્ષથી અલગ વસવાટ કરતી પત્નીની તરફેણમાં ચુકાદો આપી પત્નીનો લગ્ન પુનઃસ્થાપનનો દાવો મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.
રાજકોટમાં બેંક કર્મચારી તરીકે ફરજ બજાવતા પાર્થ રાઠોડે વર્ષ 2009થી શરૂ થયેલા લગ્નજીવનમાં મનદુઃખનું કારણ ધરી પત્નીથી અલગ થવા છૂટાછેડાનો દાવો દાખલ કર્યો હતો જેમાં પતિએ અરજીમાં પત્ની સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, આ દાવાની સામે પત્નીએ મક્કમતાથી લડત આપી હતી અને લગ્નજીવન ફરી શરૂ કરવા માટે લગ્ન પુન:સ્થાપનક્રનો પ્રતિ દાવો કર્યો હતો.
લગ્નેત્તર સંબંધો છુપાવવા પત્ની પર આક્ષેપો કર્યાનો ખુલાસો કેસની સુનાવણી દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. પત્ની પક્ષના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો અને સાક્ષીઓની જુબાની પરથી સાબિત થયું કે પતિ પાર્થ રાઠોડે અન્ય એક મહિલા સાથે ગેરકાયદેસર લગ્ન કરી લીધા હતા અને પતિએ પોતાના આ આડા સંબંધો પર પડદો પાડવા માટે પત્ની પર ખોટા આક્ષેપો લગાવી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું જે બાદ ઉલટ તપાસમાં પતિ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પોકળ સાબિત થયા હતા.
આ પછી 14 વર્ષના અલગ વસવાટ બાદ પત્નીની તરફેણમાં ચુકાદો આપતા કોર્ટે નોંધ્યું હતું કે, પતિ દ્વારા સતત અવગણના કરવામાં આવી હોવા છતાં પત્નીએ લગ્ન બચાવવા માટે અનેકવાર સમાધાનના સત્તાવાર પ્રયાસો કર્યા હતા. બંને પક્ષો વચ્ચે લગભગ 14 વર્ષથી અલગ વસવાટ હોવા છતાં, પત્નીની લગ્ન બચાવવાની નિષ્ઠાને ધ્યાને લેવામાં આવી છે અને પતિનો છૂટાછેડાનો દાવો ફગાવી દઈ અને પત્નીનો લગ્ન પુનઃસ્થાપનનો દાવો મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.

