Gujarat

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૮ અને તા.૨૩ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે                  

 ભરત ગંગદેવ

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧૮ ઓગસ્ટ૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરીપ્રથમ માળસી-બ્લોકબહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા માટે ૨૫ થી ૪૦ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૨ પાસ  શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ઉપરાંત તા.૨૩/૦૮/૨૦૨૨ના રોજ રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એઇમ લીમીટેડ ભાવનગર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ ધો.૧૦ તેમજ ધો.૧૨ની લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે.

        રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરીઅમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવોતેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.                                                                                             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *