શ્રી ગૌતમ પરમાર સાહેબ. પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ તથા શ્રી હિમકર સિંહ સાહેબ, પોલીસ અધિક્ષક, અમરેલીનાઓએ આગામી ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને અમરેલી જીલ્લામાં ગે.કા. દેશી/ઇગ્લીંશ દારૂની હેર કેર અને વેચાણને અટકાવવા સારૂ રાખેલ પ્રોહી.ડ્રાઇવ અન્વયે દ્રારા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે શ્રી પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાઓની ટીમ દ્વારા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનાં ઇંગલીંશ દારૂની હેર ફેર કરતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.
દાખલ થયેલ ગુનાની વિગત:-
> અમરેલી રૂરલ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૯૪૪/૨૦૨૨ ધી ગુજરાત પ્રોહી એક્ટ ૧૯૪૯ ની કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ તથા એમ.વી.એક્ટ ક.૧૮૪, ૧૩૪, ૧૭૭ તથા ઇ.પી.કો ક.૨૭૯ મુજબ
પકડાયેલ આરોપીઓ:-
– રવીરાજભાઇ ઉર્ફે લાલો જીલુભાઇ વાળા ઉ.વ.૨૭ ધંધો.ખેતી રહે.મોટા કોટડા, સામા કાંઠા, પ્લોટ વિસ્તાર, તા.વિસાવદર, જી.જુનાગઢ
પકડવાના બાકી આરોપી
૧) કુલદિપભાઇ ધાધલ રહે,અમરેલી
૨) રણજીતભાઇ ધાધલ રહે,લીલીયા
૩) એક અજાણ્યો ઇસમ
ગુનાની વિગત: :- આ કામે હકિકત એવી છે કે, માન.પો.અધિ.સા.શ્રી અમરેલીનાઓએ આગામી ૩૧ મી ડિસેમ્બર અનુસંધાને અમરેલી જીલ્લામાં માન.આઇ. જી. સા. ભાવનગર વિભાગ ભાવનગર નાઓની સુચનાથી પ્રોહિ ડ્રાઇવ આપેલ હોય, જે અંતર્ગત અમરેલી રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા રહી, ચોક્કસ બાતમી આધારે એક ઇસમને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫ર તથા બે ફોરવ્હિલ ગાડી તથા એક મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૬,૧૧,૦૨૫ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત નંબરથી ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.લક્કડ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


