અમરેલી સર્કિટ હાઉસ ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં પ્રવાસ કરી સમિતિઓનું ગઠન કરી કરણી સેના પરિવારની સ્થાપના કરી સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે સંઘે શક્તિ કળ્યુગે, આ લોકશાહીમાં સંગઠિત રહીશું તો જ દરેક ક્ષેત્રમાં આગળ વધીશું ક્ષેત્ર રાજકીય વ્યવસાય શૈક્ષણિક રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્રમાં આગળ આવવા સંગઠિત થવું આવશ્યક છે પ્રદેશ ની ટીમ અઠવાડિયામાં બે દિવસ પ્રવાસ કરે છે જ્યારે જિલ્લાની એક દિવસ પ્રવાસ કરી ગામડે ગામડે સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરે છે અમારો ઉદ્દેશ્ય સમાજની એકતા અને સમાજનો વિકાસ અને સમાજ સદમાર્ગ તરફ લઈ જવું એજ અમારો ઉદ્દેશ છે
અને આ પ્રેસ માં વધુ માં જણાવવામાંઆવ્યું કે આગામી સમયમાં જો સમાજ માંથી જે ઉમેદવાર વિધાનસભા ની ટિકિટ પક્ષ માંથી નહિ આપવા માં આવે તો નિષ્પક્ષ ચૂંટણી લડવા માં આવશે
આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રાજ શેખાવત ની મુખ્ય ઉપસ્થિતિ માં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


