Gujarat

અરવલ્લીના માલપુરના ડેપ્યુટી સરપંચ હનીટ્રેપનો શિકાર બન્યા

અરવલ્લી
સોશિયલ મિડીયમાં હનિ ટ્રેપમાં ફસાવતી ગેંગ નામી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને તેમના અશ્લીલ વિડીયો કેપ્ચર કરીને તેમની પાસે પૈસાની માંગ કરતા હોય છે. ફેસબુકના માધ્યમથી આ પ્રકારની ગેંગ સક્રીય હોય છે. આ પ્રકારની ગેગની યૂવતી સૌથી પહેલા ફેસબુક પર મિત્રતા કેળવીને પ્રતિષ્ઠિત વ્યક્તિને ફોસલાવી વીડિયો કેમ પર તેમની સાથે અશ્લીલ હરકતો કરવા મજબૂર કરી દે છે. જ્યારે પ્રતિષ્ઠિત વ્યક્તિ આ પ્રકારની હરકત કરે ત્યારે તેનો વિડીયો કેપ્ચર કરે છે. ત્યાર બાદ ગણતરીની મીનિટોમાં તેના મોબાઇલ નંબર તે વિડીયો મોકલીને તેને ધમાકાવીને પૈસાની માંગ કરવામાં આવતી હોય છે. જાે વ્યક્તિ પૈસા આપવાની ના પાડે તો તેનો વિડીયો વાઇરલ કરી દેતા હોય છે.અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડેપ્યુટી સરપંચનો અશ્લીલ ચેનચાડા કરતો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકીય વગ ધરાવતા માલપુરના ડેપ્યુટી સરપંચનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ ડેપ્યુટી સરપંચ ભાજપ સમર્થક છે. ડેપ્યુટી સરપંચનો ૩ મીનીટ જેટલો લાંબો વિડીયોમાં સ્વરૂપવાન યુવતિ સાથે અશ્લીલ ચેનચાડા કરતા જાેવા મળે છે. તેમજ યુવતીને અશ્લીલ ઇશારા કર છે. સામે યુવતી નગ્ન અવસ્થામાં અશ્લીલ હરકતો કરતી જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *