Gujarat

આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યાઓમાં નિમણૂંક માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી  

જામનગર જિલ્લાના પંચાયત હસ્તકની આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યા પર ઓનલાઇન ભરતી કરવામાં આવનાર છે. અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in. ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ૨૧ માં તા.૧૫-૦૩-૨૦૨૨ થી તા.૦૪-૦૪-૨૦૨૨ (૨૪.૦૦ કલાક સુધી) કરવાની રહેશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે ઉક્ત વેબસાઈટ અથવા જામનગર જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS), તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા જિલ્લા પંચાયત જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *