Gujarat

“આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકિંગમાં ભારતીય અંગ્રેજી ફિલ્મોનું યોગદાન” વિષય પર કર્યું ખેડાણ

રાજકોટનાં ફિલ્મમેકર અને એમ.એસ.યુનિવર્સિટીનાં અધ્યાપક વિકાસ રાજપોપટ એ પત્રકારિત્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એ.ડી.પત્રકારત્વ ભવનનાં વડા ડો.નીતાબેન ઉદાણીનાં માર્ગદર્શન હેઠળ “આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકિંગમાં ભારતીય અંગ્રેજી ફિલ્મોનું યોગદાન” એ વિષય ઉપર પી.એચ.ડી પૂર્ણ કરી ડોક્ટરેટની પદવી હાંસલ કરી જૂનાગઢ જિલ્લાનાં શેરગઢ, રાજકોટ અને રાજપોપટ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

        અત્રે યાદ આપવું જરૂરી છે કે, ફિલ્મમેકિંગ અને સિનેમા વિષયમાં રૂચિ ધરાવતાં અને સિનેમા વિષયનો અભ્યાસ કરાવતા ડો. વિકાસ રાજપોપટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (ન્યુયોર્ક) ફિલ્મ ફેસ્ટિવલમાં જજ તરીકે પણ આમંત્રિત થય ચુકેલ છે. વિકાસ રાજપોપટે માંગરોળ શારદાગ્રામમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા બાદ જર્નાલીઝમની પદવી પણ એમ.એસ.યુનિવર્સિટીમાંથી મેળવેલ છે.

વિકાસ રાજપોપટને ડોક્ટરેટની પદવી હાંસલ કરવા બદલ મિત્રો સ્નેહીઓ અને વિદ્યાર્થીઓ તરફથી અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.

vikasraj-popat.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *