Gujarat

રાજકોટમાં ચોરીના મોટરસાઈકલ સાથે ઈસમને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ.

રાજકોટમાં ચોરીના મોટરસાઈકલ સાથે ઈસમને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ.

રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવાનું અને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવા તથા હદપાર ઈસમોને અવાર-નવાર ચેક કરવા સુચના કરેલ હોય, જે અન્વયે જી.આર.ચૌહાણ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા નરેશભાઈ ચાવડા તથા મેહુલભાઈ પંડ્યા તથા મહેશભાઇ કછોટ તથા અજીતસિંહ પરમાર તથા જગદીશભાઈ વાંક તથા જગમાલભાઈ જાદવ તથા સુખદેવભાઈ દાંતી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ક્રિપાલસિંહ જાડેજા તથા અજીતસિંહ પરમાર નાઓને મળેલ સંયુક્ત ચોક્કસ ખાનગી બાતમી હકિકતના આધારે આરોપીને ચોરીના મો.સા. સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સમસુદ્દીન ઉર્ફે સમીર દિલાવરભાઇ ચાવડા ઉ.૩૪ રહે.ભગવતીપરા રાજકોટ. બજાજ કંપનીનું પ્લેટીના મો.સા. રજી.નં.GJ-14-AH-8876 કિં.૨૫,૦૦૦ BNS કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260913-WA0040.jpg