રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગંભીર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન અમીતકુમાર અગ્રાવત તથા ગોપાલભાઈ બોળીયા તથા રાજેશભાઈ જળુ નાઓને ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસથી મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને રાજકોટ સંતકબીર રોડના છેડે, બ્રીજ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વિવેક વિનયભાઈ ઉર્ફે વિનુભાઈ રાઠોડ ઉ.૨૩ રહે.મયુરનગર રાજમોતી મીલની સામે ભાવનગર રોડ રાજકોટ. ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૮(૫), ૧૪૦(૩), ૩૫૧(૩), ૩૫૨, ૩(૫), ૧૧૫(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


