રાજકોટમાં રીક્ષા ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી, બે રીક્ષા સાથે એક ઈસમને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.
રાજકોટમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે.ડી.પરમાર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગુંદાવાડી ચોકીના વી.એમ.બરાડીયા તથા સ્ટાફના કર્મચારીઓ તથા સર્વેલન્સ સ્કોર્ડના એસ.એચ.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોર્ડના કર્મચારીઓ પો.સ્ટે રીક્ષા ચોરીનો ગુન્હો ડીટકેટ કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ગુંદાવાડી ચોકીના હરસુરભાઈ ડાંગર તથા ઉમેદભાઈ ગઢવી તથા રાકેશભાઈ બાલાસરા નાઓની સંયુકત હકીકત આધારે સોરઠીયાવાડી પાસે આંબલીયા એગ્ઝ રેસ્ટોરન્ટની સામે રોડ પરથી એક ઇસમને શંકાસ્પદ રીક્ષા સાથે પકડી રીક્ષાના આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય, રીક્ષા પોતે તા.૨૭/૮/૨૦૨૬ના રોજ ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુલ ધર્મજિવનદાસ હોસ્પીટલના ગેટ પાસે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનુ જણાવતા રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે. BNS-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે વાહન ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ, આરોપીની વધુ પુછપરછ કરતા આરોપીએ એકાદ વર્ષ પહેલા જગ્યાએથી એક બીજી રીક્ષા ચોરી કરેલ હોય જે રીક્ષા ખોખડદળ ગામની સીમમા રાખેલ હોય, મુકેશભાઈ જીવાભાઈ મકવાણા જાતે.આહિર ઉ.૫૨ રહે.ગીરનારી આશ્રમ દામોદર કુંડની બાજુમાં જુનાગઢ મુળ રહે.રાજમોતીનગર ઉપલેટા રાજકોટ. (૧) ઓટો રીક્ષાનં.GJ-31-X-4776 કિ.૧,૦૦,૦૦૦ (૨) ઓટો રીક્ષાનં.GJ-03-BU-1562 કિ.૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


