Gujarat

આંબરડી ગામમાં ચાર પગનો થયો પ્રવેશ/મધરાતે ગામના પાદરમાં ખૂંખાર દીપડો આવી ચડતા લોકોમાં ભય વ્યાપ્યો.

આદમખોર દિપડો કોઈનો જીવ લે તે પહેલાં વનવિભાગ દીપડાને પાંજરે પૂરે  તેવી ગામલોકોની પ્રબળ માંગ.
આંબરડી ગામે સિંહો દ્વારા ગામમાં ઘૂસી અનેકવાર શિકાર કર્યા બનાવો સામે આવે છે, પરંતુ અતિ હિંસક ગણાતા દીપડાએ હવે આંબરડી ગામના પાદરમાં આવી ચડી ચક્કર લગાવતા લોકોમાં ભય પેસી ગયો છે.
ગઈકાલે ગુરુવારની રાત્રે 12 વાગ્યા આસપાસ એક ખૂંખાર દિપડો ગામમાં આવેલ એક ઘર ના દરવાજા પાસે ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હોય તેવો બનાવ સીસીટીવી માં કેદ થયો હતો.
ખૂંખાર દિપડો બજારમાંથી પસાર થઈ પૂર્વ સરપંચ બાબુભાઈ માલાણી ફરજની દીવાલ કૂદી ફરજા માં પ્રવેશ કર્યો હતો પરંતુ સરપંચ જાણ થતાં જાગી જઇ બેટરી લઈ દોડતા દિપડો ઊંચી દીવાલ કૂદી પલાયન થઈ ગયો હતો, બાદમાં રાત્રે 1 વાગ્યા આસપાસ ફરી એ દિપડો  એક રહેણાંકી ઘરના દરવાજા પાસે બેસી રહી જાણે કૂદીને ઘરની ગેલેરી માં પ્રવેશ કરવાના પ્રયાસ કરતો હોય તે ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ.
આ ખૂંખાર દિપડો ગામમાં કે સીમ વિસ્તારમાં કોઈ માનવ જીવને હાનિ પહોંચાડી આદમખોર બની કોઈ ઘટના બને તે પહેલા વનવિભાગ આ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Screenshot_2022-02-26-15-38-52-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *