જેમાં શાળા ના જન્મ વર્ષ માં પ્રવેશ મેળવેલ કુલ ૨૯ બાળકો હતાં તે પણ આઝાદી ના ૧૨..૧૩ વર્ષ જ વીત્યા હોવ છતાં…આ ૨૯ બાળકો માં એક કમનસીબ વાત એજ હતી કે એક પણ કન્યા દાખલ નહોતી થઈ, કદાચ આ સમય માં કન્યાઓના ભણતર ને ઓછું આંકવામાં આવતું હતું.
શાળાના આ જન્મોત્સવ મહોત્સવ માં શિક્ષણ વિભાગ માંથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઈ રાઠવા સાહેબ, રાજ્યસંઘ ના ઉપપ્રમુખ મધુભાઈ રાઠવા સાહેબશ્રી, જિલ્લાસંઘના પ્રમુખ અને આજ ગામના વતની રમણભાઈ રાઠવા સાહેબશ્રી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનો,વાલીઓ,ગામના આગેવાનશ્રીઓ,તથા હાલના શાળાના બાગરૂપી પુષ્પો સમાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળા ને ફુગ્ગા,ફૂલો,તોરણો,રંગોળી વગેરે થી બાળકો અને શિક્ષકો દ્વારા ખુબ શણગારવામાં આવી હતી.આવેલ મહેમાન શ્રી ટી.પી.ઓ.સાહેબશ્રી , જીલ્લા સંઘ પ્રમુખશ્રી, રાજ્યસંધ ઉપ પ્રમુખશ્રી તથા શાળા ઉદભવના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ બાળકોની
ચિચિયારીઓ ને તાડી ઓના ગડગડાટ વચ્ચે કેક કાપી ને સૌનું મો મીઠું કરાવ્યું.આવેલ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું અને શાળા શરૂઆત ના સમય ની વેદનાઓ જાણી.ત્યારબાદ શાળા નાવિધાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કર્યો જેમાં સ્વાગતગીત, બેટી બચાવો એકપાત્રિય અભિનય ધો ૭ ની કૈલાસબેન નામની કન્યા એ હૃદય દ્રાવક અભિનય કર્યો,ઠોઠ નિશાળિયો નાટક, શોર્ય ગીત, ગરબો, ભારતદેશ ની વિવિધતા માં એકતા ને અનુરૂપ અલગ અલગ રાજ્ય ના પહેરવેશ ની વેશભુષા ,ભારતમાતા નો વેશ વગેરે કલાકૃતિ ની રજૂઆત થી હાજર તમામ પ્રેષક મંત્રમુગ્ધ થઈ ગયા.ત્યાર બાદ. સૌ એ ભોજન ગ્રહણ કર્યું અને છેલ્લે સૌ રાષ્ટ્રગાન નું ગાન કરીને છુટા પડ્યા..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


