રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ આચાર્ય સંવર્ગ અધ્યક્ષ જે.આર.શાહ, અધ્યક્ષ માધ્યમિક શૈક્ષીક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લો, પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ અધ્યક્ષ ઘનશ્યામ પંચોલી અને મહામંત્રી યોગેન્દ્ર પટેલ અને માધ્યમિક અધ્યક્ષ જશવંતભાઈ સોલંકી એ સંયુકત યાદીમાં જણાવે છે.
જેમાં પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક શાળાઓના જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો ને રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ની વિચારધારા અને કાર્ય પદ્ધતિ વિશે કુલ છ સત્ર માં જુદા જુદા વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તમામ તાલુકા શૈક્ષીક મહાસંઘના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , જિલ્લા શિક્ષણાધિકારી અને ઘનશ્યામભાઈ પટેલ , રાજ્ય શૈક્ષીક સંઘઠન મંત્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના થી શુભારંભ થયો . અતિથિ વિશેષ જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાન સોની દ્વારા બાળકોના શિક્ષણ બાબતે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું.
ઘનશ્યામભાઈ રાજ્ય શૈક્ષીક મહાસંઘના સંઘઠન મંત્રી એ અભ્યાસ વર્ગના મહત્વ અને કાર્યકરોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું.
રાકેશભાઈ ઠાકર પ્રચાર મંત્રી રાજ્ય શૈક્ષીક મહાસંઘ એ સંઘઠનને મજબૂત કરવા પ્રચાર, પ્રસાર માધ્યમોનો યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન,અરુણભાઈ જોશી , સંઘઠન મંત્રી રાજય શૈક્ષીક મહાસંઘ એ સંઘઠનમાં રહીને સંઘઠનને મજબૂત કરવા માટે વાત કરી. જયદીપભાઈ ત્રિવેદી, જિલ્લા કાર્યવાહ એ સંઘઠનનો પરિચય, સંઘઠનની શરૂઆત, અને વિકાસ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
સત્ર પાંચ માં રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનજી પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સંઘઠનની કાર્યપ્રણાલી ,પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા બાબતે માર્ગદર્શન આપ્યું.
સમાપન સત્રના અધ્યક્ષ મોહનજી પુરોહિત એ સમાપન વિધિ કરી ઉદબોધનમાં સંગઠનને વધારવા માટે હાકલ કરી. સદર કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં માતૃશક્તિ ઉપસ્થિત રહી સંગઠનને મજબૂત કરવાનો અને વધુ પ્રમાણમાં માતૃશક્તિને સંગઠનમાં જોડી સંગઠનનો વ્યાપ વધારવા માટે કટિબદ્ધ બન્યા.
સમગ્ર વર્ગનું સંચાલન ગજેન્દ્રભાઈ પંચોલી એ કર્યું હતું.અને સમગ્ર અભ્યાસ વર્ગ માં ગીત અલ્પાબેન પંચોલી મહિલા ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું. અધ્યક્ષ માધ્યમિક શૈક્ષીક મહાસંઘ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


