મહેસાણા
ઘણા સમયથી સ્થગિત રહેલ બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી ૨ લાખ ૫૫ હજાર ૮૮૮ ઉમેદવાર નોંધાયેલા છે. મહેસાણા જિલ્લાના નોંધાયેલા ૬૧ હજાર ૬૩૨ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે સાબરકાંઠા થતા અરવલ્લી જિલ્લામાં જવું પડશે અને બનાસકાંઠા તથા અરવલ્લી જિલ્લાના ૬૦ હજાર ૪૭૦ નોંધાયેલા ઉમેદવારને પરીક્ષા આપવા મહેસાણા આવવું પડશે. બનાસકાંઠા જિલ્લાના ૫૩ હજાર ૮૮૯ ઉમેદવાર અને અરવલ્લી જિલ્લાના ૬૫૯૧ ઉમેદવાર માટે મહેસાણા જિલ્લામાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે મહેસાણા જિલ્લાના ૬૧ હજાર ૬૩૨ ઉમેદવારોમાંથી ૪૬ હજાર ૭૦ ઉમેદવારો સાબરકાંઠામાં અને ૧૫ હજાર ૫૬૨ ઉમેદવારો અરવલ્લી જિલ્લામાં પરીક્ષા આપશે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ૨૪ હજાર ૬૬ ઉમેદવાર અને ગાંધીનગર જિલ્લાના ૧૦ હજાર ૭૭૮ ઉમેદવાર પાટણ જિલ્લામાં પરીક્ષા આપશે. પાટણના ૩૩ હજાર ૬૯૨ ઉમેદવાર ગાંધીનગર જિલ્લામાં પરીક્ષા આપવા જશે.
