સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો શ્રાવણ માસ એટલે જ તહેવારોની મોસમ આ મહિનામાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. એ સંદર્ભમાં આજરોજ સાવરકુંડલા શહેરમાં ગાયત્રી મંદિર પાસે આવેલ શીતળા મંદિરે શીતળા સાતમ નિમિત્તે ભાવિકો દ્વારા શીતળા માતાજીનું પૂજન અર્ચન ભારે ઉમંગ, ઉત્સાહ અને આસ્થાભેર કરવામાં આવેલ. આમ તો આજ સવારથી જ શીતળા માતાના મંદિરે માઈ ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. જેમાં બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં સ્વયં શિસ્તબદ્ધ પૂજા કરી. આમ તો આ પૂજા દરમિયાન સમગ્ર વિસ્તારમાં શિસ્તબદ્ધ રીતે માતાજીના ભક્તો માતાજીનું પૂજન અર્ચન કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા ટી.એફ.ડી.જી. ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. ખૂબ સરસ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં માતાજીનાં આશીર્વાદ મેળવી ભાવિકો પણ ધન્યતા અનુભવતાં જોવા મળ્યા હતાં. આમ તો શીતળા માતાજીને નાગલા, ચૂંદડી અને ઘઉંના લોટની કુલર, શ્રીફળ પ્રસાદી તરીકે અર્પણ કરવામાં આવે છે. અને ભક્તજનો આ કુલર ભારે આસ્થાભેર પ્રસાદ તરીકે આરોગે છે. આજરોજ આમ તો ચૂલો પેટાવવામાં આવતો નથી અને આજે લોકો ઠંડું તળેલાં ઢેબરા, પૂરી, મીઠાઈ, ફરસાણ બંને ટંક આરોગે છે. આમ શીતળા સાતમના દિવસે ગૃહિણીઓને પણ રસોડામાં રજા હોય છે.


