રોડ ઉપરથી દરોજ પસાર થતા અધિકારીઓના આંખ આડા કાન,ઠેર-ઠેર ખાડા કેમ નથી દેખાતા..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરની પરીસ્થિતી આઝાદી બાદ પણ એની એજ છે.દેશ હરણ ફાળ પ્રગતી કરી રહ્યો છે ત્યારે રાણપુર તાલુકા કક્ષા ના ગામની પરીસ્થિતી દિવસે-દિવસે વધુ ને વધુ ખરાબ થતી જાય છે.આઝાદી બાદ રાણપુર શહેરમાં સરકારે સૌથી વધુ 4 કરોડ રૂપિયા ના ખર્ચે પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી રોડ મંજુર કરેલ જે આર.સી.સી.રોડ બનાવતા સમયે જ તુટી જતા નવા આર.સી.સી.રોડ ઉપર ડામર ની ચાદર ઓઢાડવામાં આવી ને આજે દોઢ વર્ષ જેટલો જ સમય વિત્યો છે અને હાલ રોડ ની સ્થિતી દયનીય છે.ઠેર-ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે હાલ ચોમાસાની સિઝન છે ત્યારે આ રોડ ઉપર પડેલ ખાડા માં પાણી ભરાય છે અને જેના ઉપર થી વાહનો પસાર થાય એટલે એ ગંદુ પાણી ચાલી ને પસાર થતા રાહદારીઓ ઉપર ઉડે છે અને છાસવારે ઝગડાઓ થાય છે.રાણપુર તાલુકા કક્ષા નુ ગામ છે પોલીસ સ્ટેશન થી માર્કેટીંગ યાર્ડ સુધી નો મુખ્ય રોડ રાણપુર નુ રદય છે આ મુખ્ય રોડ ઉપર 5 સ્કુલ આવેલી છે અને દરોજ કેટલાય વિદ્યાર્થીઓ આ ગંદા પાણી થી ભરેલા ખાડા માં પડે છે અને સ્કુલ યુનિફોર્મ બગડે અને પાછા ઘરે જાય છે,ગ્રામ પંચાયત આવેલી છે,બેન્કો આવેલી છે,તાલુકા પંચાયત આવેલી છે,માર્કેટીંગ યાર્ડ પણ આ જ રોડ ઉપર આવેલુ છે.દરોજ મોટા-મોટા અધિકારીઓ અને ચુંટાયેલા સભ્યો,નેતા ઓ નિકળે છે કોઈપણ ને આ રોડ ઉપર ના મસમોટા ખાડાઓ દેખાતા નથી કે આંખ આડા કાન કરે છે તે લોકો માં એક ચર્ચા નો વિષય બન્યો છે.24 આ રોડ ઉપર લોકોની અવર જવર હોય છે.ત્યારે આ રોડ ઉપર ખાડા ને કારણે લોકો ને કમર ના દુખાવા થઈ જાય છે અને મોટર સાઈકલ ને તો 15 દિવસે સર્વિસ કરાવુ પડે છે આવી ખરાબ પરીસ્થીતી માં રાણપુર શહેરના લોકો જીવી રહ્યા છે.અને કોઈ અધિકારીઓને રાણપુરના લોકો ની પીડા દેખાતી નથી.ત્યારે તંત્ર દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરી તાત્કાલિક ખાડાઓ રીપેર કરવામાં આવે તેવી માંગ છે…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

